Video:આ શિક્ષિકાને ભણાવવાની ગજબની સ્ટાઈલ, વીડિયો વાયરલ થતા લોકો પણ આફરીન
તાજેતરમાં એક ગણિત અને હિન્દી શિક્ષકો જોવા મળ્યા. જેઓગીત ગાતા ગાતા વિદ્યાર્થીઓને સમજાવતા જોવા મળ્યા હતા. અને વર્ગખંડનો દરેક વિદ્યાર્થી પણ શિક્ષકની વાત સરળતાથી સમજતો જોવા મળ્યો હતો.
Teacher Viral Video: વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે તેવુ એક વાક્ય છે. માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની જવાબદારી શિક્ષકોના ખભા પર હોય છે. ભૂતકાળમાં આ પ્રકારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. જેમાં શિક્ષકો વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓને સારી રીતે નથી ભણાવી શકતા અને ક્યારેક તો વળી એવા શિક્ષકો પણ જોવા મળ્યા હતા જે પોતે જ સારી રીતે વાંચી કે લખી શકતા નહોતા. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને રોજેરોજ એવા શિક્ષકો સામે આવી રહ્યા છે જેઓ બાળકોને તેમની આવડતથી અઘરામાં અઘરો વિષય સરળતાથી સમજાવી શકે છે.
તાજેતરમાં એક ગણિત અને હિન્દી શિક્ષકો જોવા મળ્યા. જેઓગીત ગાતા ગાતા વિદ્યાર્થીઓને સમજાવતા જોવા મળ્યા હતા. અને વર્ગખંડનો દરેક વિદ્યાર્થી પણ શિક્ષકની વાત સરળતાથી સમજતો જોવા મળ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલા શિક્ષકનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલા શિક્ષિકા તેના વિદ્યાર્થીઓને મજેદાર રીતે ભણાવતી જોવા મળે છે. તેનો આ વીડિયો IAS અધિકારી દીપક કુમાર સિંહે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Because it’s not only what you teach, but how you do it and how much of it is understood by students also that matters!
— Dipak Kumar Singh (@DipakKrIAS) November 23, 2022
Sample this. A teacher in Bihar’s Banka teaching her students. Look at the smiles on the faces of students! Tells you the whole story! pic.twitter.com/pEuvp1UA5M
ડાંસ અને ગીત સાથે શિક્ષણ
આ વાયરલ વીડિયોમાં બિહારની એક મહિલા શિક્ષક તેના વિદ્યાર્થીઓને રમુજી રીતે ભણાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં ટીચર તેના સ્ટુડન્ટ્સને ભણાવવાની સાથે સાથે તેમની સાથે ડાન્સ અને ગાતા જોવા મળે છે. બાળકોને વાંચવામાં પણ ખૂબ મજા આવી રહી છે અને તેઓ આનંદ સાથે અભ્યાસ પણ કરી રહ્યા છે. મહિલા શિક્ષિકા બિહારના બાંકાની રહેવાસી હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયામાં શિક્ષિકાના ભારોભાર વખાણ
વીડિયોમાં મહિલા શિક્ષિકા પણ સ્કૂલના મેદાનમાં બાળકો સાથે સંતાકૂકડી રમતી જોવા મળી રહી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાતરલ થતા અત્યાર સુધીમાં તેને 25 હજારથી વધુ વ્યૂઝ અને 12 સોથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. દરેક વ્યક્તિ મહિલા શિક્ષકની ભણાવવાની રીતના વખાણ કરતા થાકતો નથી.
Lion vs Crocodile : સિંહ અને મગરમચ્છના ઝૂંડનો શ્વાસ અદ્ધર કરી દેતો વીડિયો વાયરલ
ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ક્યારે શું જોવા કે સાંભળવા મળી જાય તે કહી ના શકાય. અહીં ખુંખાર સિંહ દ્વારા મહાકાય પ્રાણીનો શિકાર કરતો વીડિયો પણ જોવા મળે છે તો ઘણી વખત જંગલનો રાજા પોતે પણ કોઈનો શિકાર મારી બંતો જોવા મળે છે. પરંતુ તાજેતરમાં જે વીડિયો સામે આવ્યો છે તે આ તદ્દન અલગ જ છે. આ વીડિયો સિંહ અને મગરનો છે, જેમાં જોવા મળી રહેલો નજારો અગાઉ ભાગ્યે જ જોવા મળ્યો હશે.