હરિદ્વારમાં 'Ice Storm'નો વીડિયો થયો વાયરલ, શેલ્ફ ક્લાઉડે લોકોને કર્યા Confused
Shelf Cloud Video: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સફેદ વાદળો બરફના તોફાન જેવા દેખાઈ રહ્યા છે. આ સુંદર ઘટનાને ઘણા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.
Shelf Cloud Video: ચોમાસાના વરસાદે દેશભરના ઘણા રાજ્યોમાં તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક લોકોના મોત થયા છે. આ દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વારથી એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સે આ વીડિયો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે તે હરિદ્વારનો છે. વીડિયોમાં સફેદ વાદળો બરફના તોફાનની જેમ દેખાઈ રહ્યા છે અને આ નજારો સુંદર હોવાની સાથે સાથે ઘણો ખૌફનાક પણ છે.
Shared by a friend. Shot today near Haridwar. Spectacular shelf cloud.
— Anindya Singh (@Anindya_veyron) July 9, 2023
#Manali #Storm #Rain #thunderstorm #shelfcloud pic.twitter.com/he9KXg9qse
વાદળો ઝડપથી નીચે આવી રહ્યા છે
આ ઘટનાને શેલ્ફ ક્લાઉડ અથવા આર્ક્સ ક્લાઉડ પણ કહેવામાં આવે છે. આ સેલ્ફ ક્લાઉડ હરિદ્વારમાં જોવા મળ્યા. કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. ઘટનામાં જોઈ શકાય છે કે સફેદ રંગના વાદળો ઝડપથી નીચે આવી રહ્યા છે અને એક લાઇન બનાવી રહ્યા છે. કેટલાક લોકો એવું કહેતા પણ સાંભળી શકાય છે કે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે, તે એટલી તીવ્રતાનું વાવાઝોડું નથી કે તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. હાલ આ અનોખી ઘટનાને જોઈને દરેક લોકો કમેન્ટ કરી રહ્યા છે.
હિમવર્ષા કે વાદળ? લોકો મૂંઝવણમાં મુકાયા
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. જે પછી ઘણા લોકો મૂંઝવણમાં પણ હતા કે આ બરફનું તોફાન છે કે વાદળ. જ્યારે ઠંડી, ગાઢ હવાને ગરમ વાતાવરણમાં ધકેલવામાં આવે છે ત્યારે શેલ્ફ વાદળો રચાય છે. આ પછી ઠંડી હવા ઝડપથી નીચે આવે છે અને તેની સાથે ફેલાય છે. આ પછી, વાદળોના વિવિધ આકાર રચાય છે. સામાન્ય રીતે પાતળી રેખામાં આ હવા વાદળના રૂપમાં નીચે તરફ વહે છે.
આ પણ વાંચો: Uttarakhand Road Accident: ગંગોત્રી હાઈવે પર ભૂસ્ખલન, કાટમાળમાં ત્રણ વાહનો દટાયા, ચારના મોત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ભટવાડી વિસ્તારમાં ગંગનાનીમાં ભારે વરસાદ દરમિયાન થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે ત્રણ વાહનો દટાઈ ગયા હતા, જેમાં સવાર મધ્યપ્રદેશના ચાર યાત્રાળુઓના મોત થયા હતા. ભટવાડીના ઉપ-કલેક્ટર ચતરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગનાની પુલ પાસે પહાડ પરથી ભૂસ્ખલન અને પથ્થરો પડતાં ત્રણ પેસેન્જર વાહનો કાટમાળ નીચે દટાઇ ગયા હતા.
ચતરસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકો અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના કાર્યકર્તાઓ પણ ઘટનાસ્થળે રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. ચૌહાણના જણાવ્યા અનુસાર આ ઘટનામાં માર્યા ગયેલા ચાર યાત્રાળુઓમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે બીજાના મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચારેય મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે.
રોડ પરથી કાટમાળ હટાવવાના પ્રયાસો ચાલુ છે
ડેપ્યુટી કલેક્ટરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં અન્ય દસ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચૌહાણના જણાવ્યા અનુસાર સતત વરસાદ અને પહાડી પરથી કાટમાળ અને પથ્થરો પડવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. તેમણે કહ્યું કે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા હાઈવે પરથી કાટમાળ હટાવવા અને તેના પરના ટ્રાફિકને સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે કાટમાળ નીચે દટાયેલા ત્રણ વાહનોમાં કુલ 31 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઉત્તરકાશી ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર જિલ્લામાં સતત વરસાદને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભાટવાડીથી આગળ કૅપ્ટન બ્રિજ, હેલગુગડ, સુંગર, ગંગનાની, સુખી નાલા અને હર્ષિલ પાસે ભૂસ્ખલનને કારણે અવરોધિત છે.
સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, "ઉત્તરકાશી-ગંગોત્રી હાઈવે પર કાટમાળના કારણે ત્રણ વાહનોને નુકસાન થયું છે, જેના કારણે વાહનમાં સવાર ચાર લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે તેવા દુખદ સમાચાર મળ્યા છે"જીલ્લા વહીવટીતંત્ર અને SDRF દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે." તેમણે કહ્યું, "હું ભગવાનને દિગવત આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. હું તમામ ઈશ્વરભક્ત લોકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરું છું."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
