શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  ECI | ABP NEWS)

Assembly Election Results: હરિયાણામાં બાજી પલટાઇ... માત્ર 100 મિનીટમાં વલણોમાં કોંગ્રેસ-ભાજપ બરાબરી પર

Assembly Election Results: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણાના શરૂઆતી વલણોમાં કોંગ્રેસને બહુમતી દેખાઈ રહી હતી

Assembly Election Results: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. હરિયાણાના શરૂઆતી વલણોમાં કોંગ્રેસને બહુમતી દેખાઈ રહી હતી, પરંતુ થોડા સમય પછી આખી સ્ટૉરી બગબદલાઈ ગઈ. હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. હરિયાણામાં સવારે 9.30 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ 33, કોંગ્રેસ 51, INLD પ્લસ 2 અને અન્ય ચાર સીટો પર આગળ છે, એટલે કે માત્ર 100 મિનીટની અંદર ભાજપે કોંગ્રેસની બરાબરી કરી લીધી છે. અત્યારે ભાજપ 46 અને કોંગ્રેસ 37 બેઠકો પર દેખાઇ રહ્યું છે.

વળી, જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીના આંકની નજીક છે. અહીં પણ ભાજપ પાછળ જોવા મળી રહ્યું છે. પ્રારંભિક વલણોથી સ્પષ્ટ છે કે ભાજપને જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બંનેમાં મોટો આંચકો લાગ્યો છે. મતલબ કે ડબલ એન્જિનની સરકાર હોવાનો દાવો કરનાર ભાજપ હવે બેવડી મુશ્કેલીમાં છે.

હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપ સત્તા પર છે. તેને ત્રીજી વખત જીતવાની આશા હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપે પીડીપી સાથે સરકાર બનાવી હતી. પરંતુ આ પ્રારંભિક વલણો દર્શાવે છે કે ભાજપને બેવડો ફટકો પડ્યો છે.

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે હરિયાણાની 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યાં એક તરફ ભાજપ હરિયાણામાં ત્રીજી વખત સત્તામાં વાપસીની આશા સેવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસની પણ વાપસીની શક્યતા દેખાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી ચૂંટણી 2014માં થઈ હતી. આ વખતની ચૂંટણી ઘણી રીતે ખાસ છે. નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન કરીને આ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ એકલા હાથે ચૂંટણી લડી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા સીટો પર ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. અહીં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં એકંદરે 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા, જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એકલા હાથે લડી રહી છે.

હરિયાણામાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં 65 ટકાથી વધુ મતદાન થયું હતું. આ વખતે હરિયાણાની ચૂંટણીમાં 67.9% મતદાન થયું છે. સૌથી વધુ મતદાન એલેનાબાદમાં 80.61% અને બડખાલમાં સૌથી ઓછું 48.27% હતું. જ્યારે લોકસભા ચૂંટણીમાં 64.8% મતદાન થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi on Rahul Gandhi | હરિયાણામાં પ્રચંડ જીત બાદ PM મોદીના રાહુલ ગાંધી પર સીધો પ્રહારHu to Bolish | હું તો બોલીશ | હાર-જીતનું પોસ્ટમોર્ટમPorbandar Video : 20 તોલા સોનાના દાગીના પહેરી અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મહેર સમાજની મહિલાઓ મણિયારો રાસની રમઝટ બોલાવીManiyaro Raas | પોરબંદરમાં મહેર યુવાનોએ મણિયારો રાસની રમઝટ બોલાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
Bank Holiday: આગામી ચાર દિવસ બેન્કોમાં રજા, 10 થી 13 ઓક્ટોબર સુધી કામકાજ રહેશે બંધ, જુઓ પુરેપુરુ લિસ્ટ....
Bank Holiday: આગામી ચાર દિવસ બેન્કોમાં રજા, 10 થી 13 ઓક્ટોબર સુધી કામકાજ રહેશે બંધ, જુઓ પુરેપુરુ લિસ્ટ....
આ બેઠક પર માત્ર 32 મતે થઈ હાર-જીત, પૂર્વ કેંદ્રીય મંત્રીના દિકરાને મળી હાર 
આ બેઠક પર માત્ર 32 મતે થઈ હાર-જીત, પૂર્વ કેંદ્રીય મંત્રીના દિકરાને મળી હાર 
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...
આરઝી હકૂમતે માત્ર પાંચ જ દિવસમાં રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધો, જાણો પછી શું થયું ?
આરઝી હકૂમતે માત્ર પાંચ જ દિવસમાં રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધો, જાણો પછી શું થયું ?
Embed widget