શોધખોળ કરો

Vijay Diwas 2022: 16મી ડિસેમ્બર 1971, જ્યારે 93000 પાકિસ્તાની જવાનોએ કર્યુ હતુ સરેન્ડર, જાણો યુદ્ધના રોચક તથ્યો

વર્ષ 1971 અને તારીખ 16મી ડિસેમ્બરે, પાકિસ્તાને ભારતીય સેના સામે ઘૂંટણ ટેકી દીધા હતા, આ દિવસ ભારતીય શૌર્યને સલામ કરવાનો દિવસ છે.

Vijay Diwas: આજે 16 ડિસેમ્બર, 2022 છે, અને આજની જ તારીખ અને વર્ષ 1971 એ તમામ ભારતીયો માટે ગર્વનો દિવસ હતો, કેમ કે આજના દિવસે ભારતીય સૈનાએ કટ્ટર પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનને ધૂળ ભેગુ કરી નાંખ્યુ હતુ, આ દિવસને ભારતીયો અને ભારતીય સેના વિજય દિવસ તરીકે મનાવી રહ્યાં છે, આજે આપણે વિજય દિવસ મનાવી રહ્યા છીએ, જાણો 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં શું હતી ભારતીય વીરોની શૂરવીરતા, કેવી રીતે મળ્યો હતો ભારતીય સૈનિકોને વિજય, અને એકસાથે 93000 સૈનિકોએ કેવી રીતે થઇ ગયા હતા સરેન્ડર, રોચક તથ્યો... 

ખરેખરમાં, વર્ષ 1971 અને તારીખ 16મી ડિસેમ્બરે, પાકિસ્તાને ભારતીય સેના સામે ઘૂંટણ ટેકી દીધા હતા, આ દિવસ ભારતીય શૌર્યને સલામ કરવાનો દિવસ છે. આ યુદ્ધમાં પાકિસ્તાનના લગભગ 93000 સૈનિકોએ સરેન્ડર કરી દીધુ અને હથિયાર હેઠા મુકી દીધા હતા. આ દિવસે ઇતિહાસ રચાઇ ગયો, જાણો શું છે મહત્વ............ 

ભારત અને પાકિસ્તાન વચ્ચેનું 1971નું યુધ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું હતું,. 3 ડીસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાને આક્રમણ કરતાં આ યુધ્ધનો પ્રારંભ થયો હતો. 3 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 05:40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સૅબર જેટ્સ અને સ્ટાર ફાઇટર્સ વિમાનો ભારતીય આકાશ પર ત્રાટક્યાં ને યુધ્ધનો સત્તાવાર પ્રારંભ થયો. પાકિસ્તાની એરફોર્સે પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રા સહિત દેશમાં 11 લશ્કરી હવાઈ મથકો પર બૉમ્બમારો કરવા માંડ્યો હતો.

પાકિસ્તાને પહેલાંથી બનાવેલી યોજના પ્રમાણે હુમલો કરીને શરૂઆત પૂર્વ તથા ઉત્તરના મોરચે હુમલાથી કરી. ભારતે તેનો જવાબ આપવા માંડ્યો ને ભારતની પૂર્વ સરહદે યુધ્ધ ફાટી નિકળ્યું હતું. પાકિસ્તાને  અગાઉથી બનાવેલા કાવતરા  પ્રમાણે ભારતને ભિડવવા પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર પણ હુમલો કરી દીધો. પાકિસ્તાની લશ્કરે ગુજરાત સરહદને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા અને પાકિસ્તાનના સૅબર જેટ્સે કચ્છમાં નેપામ બૉમ્બ પર બોમ્બ ઝીંકવા માંડ્યા.

જો કે ભારતીય લશ્કર કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા સજ્જ હતું. ભારત પાસે યુધ્ધમાં ઝંપલાવવા સિવાય કોઈ વિકલ્પ જ ના બચ્યો તેથી ભારતીય લશ્કરે વળતો હુમલો કરીને પાકિસ્તાની સેનાને બધા મોરચે પછાડી દીધું હતું. ભારતે 16 ડીસેમ્બર, 1971ના રોજ ઢાકા પર કબજો કરીને પાકિસ્તાની લશ્કરના 93 હજાર સૈનિકોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી હતી. પાકિસ્તાનના લશ્કરની શરણાગતિ સાથે જ ઐતિહાસિક યુધ્ધ સમાપ્ત થઈ ગયું હતું.  આ યુધ્ધની સમાપ્તિ સાથે ભારત માટે એક સુવર્ણ પ્રકરણ આલેખાયું હતું.  પાકિસ્તાનના માથે ભારત સામે કારમી હારની કદી ના ભૂલાય એવી કાળી ટીલી કાયમ માટે લાગી ગઈ હતી.

Vijay Diwas 2021: 1971ના યુદ્ધના હિરો ફિલ્ડ માર્શલ સામ માણેકશા સામે કેમ પાકિસ્તાની સૈનિકે પાઘડી ઉતારી દીધી હતી ? જાણો રોચક કિસ્સો

પારસી સમાજમાંથી આવતા માણેકશાનું આખું નામ સામ હોરમુસજી ફરામજી જમશેદજી માણેકશા છે. 1971ના યુદ્ધ પછી સામ માણેકશા સૈન્ય પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાન ગયા ત્યારે પંજાબના ગવર્નરે તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. ભોજન લીધા પછી ગવર્નરે સામને કહ્યું, મારા સ્ટાફના લોકો તમારી સાથે હાથ મિલાવવા ઇચ્છે છે. સામ બહાર ગયા અને જોયું તો તેમની સાથે હાથ મિલાવવા ઇચ્છતા લોકોની લાંબી લાઇન હતી.

તેઓ એક વ્યક્તિ પાસે પહોંચ્યા કે તરત જ તેણે સામના સન્માનમાં પોતાના પાઘડી ઉતારી નાખી હતી. સામ માણેકશાએ તેમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે એ વ્યક્તિએ કહ્યું હતું કે "સર, તમારા કારણે હું જીવતો છું. મારા પાંચ દીકરા તમારા કેદી છે. તેઓ મને પત્રો લખે છે. તમે તેમની સારી રીતે સંભાળ રાખો છો. તેઓ પલંગ પર ઊંઘે છે, જ્યારે તમારા જવાનોએ જમીન પર સૂવું પડે છે. એ લોકો બેરેકોમાં રહે છે, જ્યારે તમારા લોકો તંબુઓમાં રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget