Bhupendrasinh Zala:મહાઠગે ધરપકડથી બચવા હવાતિયા મારવાનું કર્યું શરૂ,આગોતરા જામીન અરજીમાં શું લખ્યું?
6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હવે ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અરજીમાં પોતે કોઇ કૌભાંડ ન કર્યાની વાત કરી હતી. તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી.
ભૂપેંદ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. મહાઠગે અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની વાત કરી હતી અને ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે. કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાળવા પોતે તૈયાર છે તેથી આગોતરા જામીન આપવા જોઈએ તેવી રજૂઆતો કરી છે. ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી છેઅને આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. આવતીકાલે તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઈલ કરશે.