Valsad Rain In Winter: ભર શિયાળે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં ભારે વધારો
Valsad Rain In Winter: ભર શિયાળે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં ભારે વધારો
વલસાડ: જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર શિયાળે જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ધરમપુરના અંતરિયાળ આવધા ગામ અને આસપાસના વિસ્તારમાં માવઠું થયું છે. જેના કારણે લોકોમાં અચરજ વ્યાપી ગયું છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠું થશે તેવી આગાહી કરી હતી. જે સાચી પડતી લાગી રહી છે.
ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે.”