શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર આવતીકાલે સુનાવણી, 28 દિવસમાં સરકાર લાવી શકે ભારત
જોકે, માલ્યાની અરજી ફગાવી દેવામાં આવશે તો પણ માલ્યા પાસે ઇન્ટરનેશનલ કોર્ટ અને ઇન્ટરનેશનલ માનવ અધિકાર આયોગ સામે જવાનો વિકલ્પ રહેશે.
નવી દિલ્હીઃ બેન્કોના નવ હજાર કરોડ રૂપિયા લઇને ફરાર થયેલ લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણની આવતીકાલે યુકેની હાઇકોર્ટમાં થશે. વિજય માલ્યાએ પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ અરજીને ફગાવવાના વેસ્ટમિસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટના નિર્ણયને પડકાર્યો છે. મંગળવારની સુનાવણીમાં જો વિજય માલ્યાની અપીલ ફગાવી દેવામાં આવે છે તો આગામી 28 દિવસમાં તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવી શકે છે. જોકે, માલ્યાની અરજી ફગાવી દેવામાં આવશે તો પણ માલ્યા પાસે ઇન્ટરનેશનલ કોર્ટ અને ઇન્ટરનેશનલ માનવ અધિકાર આયોગ સામે જવાનો વિકલ્પ રહેશે.
આ અગાઉ લંડનની એક કોર્ટે વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરવાના વિરુદ્ધમાં દાખલ અરજીને ફગાવી દીધી હતી. માલ્યાએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે નહીં. માલ્યાએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં ના આવે. કોર્ટે માલ્યાની અરજીને ફગાવી દીધી હતી. માલ્યાએ બ્રિટનના ગૃહ સચિવ સાજિદ જાવિદના એ નિર્ણયના વિરોધમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમણે માલ્યાને ભારતમાં પ્રત્યાર્પણ કરવાને મંજૂરી આપી હતી. નોંધનીય છે કે ભારતીય બેન્કોની લોન લઇને વિજય માલ્યા તપાસ દરમિયાન માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. માલ્યાને પાછો લાવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય તપાસ એજન્સીઓ સતત પ્રયાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion