Viral News : યુવકે ગળામાં દિવાલ ઘડિયાળ પહેરી ફ્લાયઓવર પરથી કર્યો ચલણી નોટોનો વરસાદ
સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં તમે એક યુવકને નોટો ઉડાડતો સ્પષ્ટ જોઈ શકો છો.
Viral News: કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરના અતિ વ્યસ્ત એવા કે.આર. માર્કેટ વિસ્તારમાં આજ બપોરે એક યુવકે એક નવા જ બનેલા ફ્લાયઓવર પરથી એક 10-10 રૂપિયાની નોટો ઉડાડી હતી. જેને લુંટવા માટે ઘટનાસ્થળે ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. ટ્રાફિક જામ શરૂ થયો હતો. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં તમે એક યુવકને નોટો ઉડાડતો સ્પષ્ટ જોઈ શકો છો. યુવકે કાળો કોટ પહેર્યો છે અને તેના ગળામાં દિવાલ ઘડિયાળ લટકેલી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાયઓવર પર હાજર લોકો તેમની આસપાસ વેરવિખેર અને હવામાં ઉડતી ચલણી નોટો લેવા દોડી આવે છે. જેના કારણે ફ્લાયઓવર પર થોડો સમય વાહન વ્યવહાર ખોરવાયો હતો.
An unknown person allegedly threw cash (Rs. 10 notes)from KR Market flyover in #Bengaluru. There was rush from people to collect the cash. It lead to frenzy. Cops are investigating and trying to identify the person pic.twitter.com/rc5QaV4zQP
— Kamran (@CitizenKamran) January 24, 2023
જ્યારે યુવક નોટોના બંડલ ખોલીને ફ્લાયઓવરની નીચે ફેંકે છે ત્યારે ત્યાં ઉભેલા લોકો નોટો પકડવા માટે એકત્ર થઈ ગયા હતાં. આ દરમિયાન યુવક પુલની બીજી બાજુ જાય છે અને ત્યાં જઈને પણ નોટોના બંડલ ખોલે છે અને ત્યાં પણ નોટો ફેંકવા લાગે છે. બીજી બાજુ નીચે ઉભેલા લોકો નોટો રીતસરની લુંટવા લાગ્યા હતાં. યુવકને આ રીતે નોટો ઉડાડતો જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નોટ ફેંકનાર યુવકની ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે 3000 રૂપિયાની 10 રૂપિયાની ચલણી નોટો ફ્લાયઓવર નીચે ફેંકી દીધી હતી.
પોલીસને શંકા છે કે યુવક માનસિક રીતે અસ્થિર હોઈ શકે છે. જો કે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
Navsari: અંગ્રેજી માધ્યમના આંધળા અનુકરણ વચ્ચે 3 વર્ષના આ બાળકે હનુમાન ચાલીસાનું પઠન કરી સૌને ચોંકાવી દીધા
મેકોલે શિક્ષણ નીતિએ ભારતના પાશ્ચાત્ય શિક્ષણનીતિએ શિક્ષણ જગતનું ધનોધ પનોત કાઢી નાખ્યું છે ત્યારે આધુનિક શિક્ષણના રંગે રંગાયેલો દેશનો એક વર્ગ આધુનિક શિક્ષણ તરફ આંધળી ડોટ મૂકી રહ્યું છે. આધુનિક શિક્ષણના વ્યાપ વચ્ચે ગણદેવી તાલુકાના અમલસાડ ગામના એક નાનો છોકરો હનુમાન ચાલીસાનું પઠન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગ્લોબલાઇઝેશન યુગમાં, ટેકનોલોજીના ઝડપી વિકાસ અને આધુનિક જીવનશૈલીને અનુસારતા માતા-પિતા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અને અંગ્રેજી માધ્યમનો ક્રેઝ દિવસે અને દિવસે વધી રહ્યો છે. વિદ્યાર્થીઓ કડકડાટ અંગ્રેજી માધ્યમની કવિતાઓ તો ગાય છે પરંતુ ત્રણ વર્ષના નાના બાળકને હનુમાન ચાલીસાનું પાઠાંતર કરતા આપણે ભાગ્યે જ જોયું હશે. ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં રહેતો સાડા ત્રણ વર્ષનો આરવ હર્ષ દેસાઈ જે એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. આરવની ખાસિયત એ છે કે તે હનુમાન ચાલીસાનું પઠન કળકળાટ કરે છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાલ આ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો તેની ખુબ પ્રસંશા કરી રહ્યા છે.