શોધખોળ કરો

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત

વિરુધુનગર જિલ્લાના કટ્ટનારપટ્ટી ખાતે ફટાકડા ફેક્ટરીમાં કેમિકલના ઘર્ષણને કારણે બ્લાસ્ટ થતા 20 મજૂરોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપી બે મંત્રીઓને ઘટનાસ્થળે મોકલ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, ૨૦ મજૂરોના મૃત્યુ.
  • ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ, વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા.
  • મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ.
  • વિરુધુનગર ફટાકડા ઉદ્યોગનું હબ, અગાઉ પણ આવા અકસ્માતો.

Virudhunagar factory blast: તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 20 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ફેક્ટરીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને તેનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. કાટમાળ નીચે હજુ પણ કેટલાક મજૂરો ફસાયા હોવાની આશંકા છે, જેથી પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના કટ્ટનારપટ્ટી પાસે આવેલી 'વનજા ફટાકડાની ફેક્ટરી'માં બની હતી, જેના માલિક મુથુમાનિકમ છે. જ્યારે અકસ્માત થયો ત્યારે ફેક્ટરીમાં આશરે 30 જેટલા મજૂરો રોજના કામમાં લાગેલા હતા. એવું માનવામાં આવે છે કે ફટાકડા બનાવવા માટે વપરાતા જ્વલનશીલ કેમિકલના મિશ્રણ વખતે અચાનક ઘર્ષણ થવાથી આ ભયંકર બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીના 4 રૂમ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ઘાયલ થયેલા 6 લોકોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં દાઝી ગયેલા કેટલાક લોકોની હાલત ખૂબ ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે તેવી પૂરી આશંકા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. એસપી શ્રીનાથ પોતે ઘટનાસ્થળે હાજર રહીને આ બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. ફેક્ટરીમાં હજુ પણ જ્વલનશીલ રસાયણો હોવાને કારણે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જેસીબી અને ભારે મશીનોની મદદથી ખૂબ જ સાવચેતીપૂર્વક કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા અને તેમને તાત્કાલિક મેડિકલ સહાય પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.

આ કરુણ ઘટના અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ પોતાના બે મંત્રીઓ   કે.કે.એસ.આર. રામચંદ્રન અને થંગમ થેન્નારાસુને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરીને અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ પૂરી પાડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વિરુધુનગર અને તેની આસપાસનો શિવકાશી વિસ્તાર આખા દેશમાં ફટાકડા અને દિવાસળીના ઉત્પાદનનું સૌથી મોટું હબ માનવામાં આવે છે. અહીં અવારનવાર આવા જીવલેણ અકસ્માતો થતા રહે છે. ઘણીવાર કેમિકલ મિક્સિંગ રૂમમાં તાપમાન વધવાથી, ક્ષમતા કરતા વધુ દારૂખાનું સંગ્રહ કરવાથી કે પછી સલામતીના નિયમો નેવે મૂકવાથી આવી મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અગાઉ પણ 6 જુલાઈએ અને ગયા વર્ષે જાન્યુઆરીમાં અહીં આસપાસની ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થયા હતા, જેમાં મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. હાલ તો વહીવટીતંત્રે તપાસના આદેશ આપ્યા છે કે આ ફેક્ટરી પાસે કાયદેસરનું સંચાલન લાયસન્સ હતું કે નહીં અને સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં. જોકે, અત્યારે પહેલી પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાની છે.

Frequently Asked Questions

વિરુધુનગરમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં કેટલા લોકોના મોત થયા?

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ દુર્ઘટના કઈ ફટાકડા ફેક્ટરીમાં બની હતી?

આ ઘટના કટ્ટનારપટ્ટી પાસે આવેલી 'વનજા ફટાકડાની ફેક્ટરી'માં બની હતી, જેના માલિક મુથુમાનિકમ છે.

ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનું કારણ શું હોઈ શકે?

પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવા માટે વપરાતા જ્વલનશીલ કેમિકલના મિશ્રણ વખતે અચાનક ઘર્ષણ થવાથી આ વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે.

દુર્ઘટના બાદ તાત્કાલિક શું પગલાં લેવામાં આવ્યા?

ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget