શોધખોળ કરો

Visakhapatnam Gas Leak: આ કંપનીમાં ગેસ લીક થતા હડકંપ, 50 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Visakhapatnam Gas Leak: આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના અત્ચુતાપુરમમાં એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ઘણી મહિલાઓ બીમાર પડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

Visakhapatnam Gas Leak: આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના અત્ચુતાપુરમમાં એક કંપનીમાં શંકાસ્પદ ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ઘણી મહિલાઓ બીમાર પડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. અનકાપલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, અત્ચુતાપુરમ સ્થિત એક કંપનીમાં ગેસ લીક ​​થયાની જાણ થયા બાદ લગભગ 50 લોકો બીમાર પડ્યા છે. એસપી અનકાપલ્લેએ જણાવ્યું કે ગેસ લીક ​​કથિત રીતે બ્રાન્ડિક્સના પરિસરમાં થયો હતો. 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને પરિસરમાં ખાલી કરાવવાનું કામ ચાલી રહ્યું છે.

પોલીસ એપીપીસીબીના અધિકારીઓ આવે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તેની રાહ જોઈ રહી છે. પરિસરની અંદર કોઈને પ્રવેશ આપવામાં  નથી આવી રહ્યો. આંધ્રપ્રદેશના ઉદ્યોગ મંત્રી ગુડીવાડા અમરનાથે આ ઘટના અંગે અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે અધિકારીઓને પીડિતોને સારી સારવાર આપવા માટે પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાંથી આ ઝેરી ગેસ લીક ​​થયો છે તે કાપડ બનાવતી કંપની છે. બે મહિના પહેલા પણ અત્ચુતાપુરમ સેઝમાં ગેસ લીક ​​થયો હતો. ત્યાર બાદ ગેસ લીક ​​થતાં 200 જેટલી મહિલા કામદારો બીમાર પડી હતી.

દેશમાં પહેલીવાર બૂસ્ટર ડોઝ માટે મિક્સ કોરોના વેક્સિનની ભલામણ
Covid Vaccination: જે લોકોએ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનના બંને ડોઝ મેળવ્યા છે, એવા લોકોને પ્રિકોશન ડોઝ (બૂસ્ટર ડોઝ અથવા ત્રીજો ડોઝ) તરીકે બાયોલોજિકલ E દ્વારા વિકસિત કોર્બેવેક્સ રસી આપવાની ભલામણ NTAGIએ કરી છે.  Corbevax એ COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રીસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન (RBD) પ્રોટીન સબ-યુનિટ રસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના કોવિડ-19 વર્કિંગ ગ્રુપે આ ભલામણ કરી છે.

NTAGI અનુસાર, જે પુખ્ત વયના લોકોને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અથવા ભારત બાયોટેક બાયોટેકની કોવેક્સિન મળી છે તેઓને કોર્બેવેક્સ બૂસ્ટર આપી શકાય છે. હાલમાં, કોવિડ -19 રસી જે પ્રથમ અને બીજા ડોઝ તરીકે લેવામાં આવી હતી, તે જ રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે, તો દેશમાં પ્રથમ વખત એવું બનશે કે પ્રથમ રસીકરણ માટે ઉપયોગમાં લેવાતી કોવિડ રસીની જગ્યાએ બીજી કંપનીની રસીને બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે.

NTAGIએ ભલામણમાં શું કહ્યું?

કોવિડ-19 વર્કિંગ ગ્રૂપે 20 જુલાઈએ તેની બેઠકમાં ત્રીજા તબક્કાના ડેટાની સમીક્ષા કરી હતી. આમાં, 18 થી 80 વર્ષની વયના કોવિડ-19 નેગેટિવ લોકો કે જેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સીનના પ્રથમ બે ડોઝ લીધા હતા, તેમની રોગપ્રતિકારક શક્તિ પર અસરનું મૂલ્યાંકન કોર્બેવેક્સ રસી ત્રીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા પછી કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ડેટાની તપાસ કર્યા પછી, CWGને જાણવા મળ્યું કે જેઓ કોવેક્સિન અથવા કોવિશિલ્ડને પ્રથમ અને બીજા ડોઝ તરીકે લે છે તેમને ત્રીજા ડોઝ તરીકે કોર્બેવેક્સ આપી શકાય છે, જે વાયરસ સામે લડવા માટેના એન્ટિબોડીઝના નોંધપાત્ર સ્તરને ઉત્પન્ન કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
Embed widget