શોધખોળ કરો

વિશાખાપટ્ટનમ ગેસ લીકઃ જાણો સ્ટાયરિન ગેસ શું છે અને માણસો માટે કેટલો છે ખતરનાક

વિઝાગમાં ગુરુવારે સવારે એક કેમિકલ યૂનિટમાં ગેસ ગળતરના કારણે 9 લોકોના મોત થયા છે, જ્યારે 80 લોકો વેન્ટિલેટર પર છે.

વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના વિઝાગમાં ગુરુવારે સવારે એક કેમિકલ યૂનિટમાં ગેસ ગળતરના કારણે 9 લોકોના મોત થયા છે, જ્યારે 80 લોકો વેન્ટિલેટર પર છે. એનડીઆરએફના ડીજીએ કહ્યું, આ ઘટના કેમિકલ યૂનિટમાં સ્ટારિન ગેસ લીકેજ થવાના કારણે બની છે.
એનડીઆરએફના ડીજીએ કહ્યું, વિશાખાપટ્ટનમની ઘટના સ્ટાયરિન ગેસ લીકેજની ઘટના છે. જે પ્લાસ્ટિકનો કાચો માલ હોય છે. આ ફેકટરી લોકડાઉન બાદ ખુલી હતી, પ્લાન્ટને ફરી શરૂ કરતાં ગેસ લીક થયો હોવાનું લાગે છે. આસપાસના ગામ પણ તેનાથી પ્રભાવિત થયા છે. કેટલો ખતરનાક છે સ્ટાયરિન ગેસ સ્ટાયરિન ગેસ પ્લાસ્ટિક, કલર, ટાયર જેવી ચીજો બનાવવામાં ઉપયોગ થાય છે. વ્યક્તિના શરીરમાં જવાથી આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, બેભાન થઈ જવું અને ઉલ્ટી જેવી પરેશાનીઓ થવા લાગે છે. તેની નર્વસ સિસ્ટમ પર સીધી અસર થાય છે. સ્ટાયરિનને એથેનિલબેન્જિન, વિનાલેનબેન્જિન અને ફેનિલિથીનના રૂપમાં ઓળખવામાં આવે છે. જે એક રંગહીન તરલ પદાર્થ જેવો હોય છે, જોકે કેટલાક સેમ્પલ પીળા પણ જોવા મળે છે. વર્ષ 2010માં આશરે 25 મિલિયન ટન સ્ટાઈલિનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે 2018 સુધીમાં વધીને 35 મિલિયન ટન થયું હતું. વર્ષ 1839માં જર્મન એપોથેકરી એડુઅર્ડ સાઈમને અમેરિકન સ્વીટગ્મ ટ્રીમાંથી એક તરલ પદાર્થ અલગ કર્યો હતો. આ પદાર્થને સ્ટાઇરોલ નામ આપવામાં આવ્યું હતું, જેને હવે સ્ટાયરિન કહેવામાં આવે છે. જ્યારે સ્ટાઇરોલને હવા, પ્રકાશ કે ગરમીના સંપર્કમાં લાવવામાં આવ્યો ત્યારે તે ધીમે ધીમે એક કડક રબર જેવા પદાર્થમાં બદલાઈ ગયું હતું. જેને સ્ટાઈરલ ઓકસાઈડ તરીકે ઓળખવામાં આવ્યું. 1845 સુધી જર્મન કેમિસ્ટ અગસ્ટ હોફમેન તેના શિષ્ય જોન બેલીથે સ્ટાયરિનની C8H8 ફોર્મુલા નક્કી કરી. કેવી રીતે બની વિઝાગ દુર્ઘટના ઘટના ગુરુવારે સવારે આશરે 2.30 કલાકે બની હતી. આસપાસના વિસ્તારના લોકો ઘરમાં ઉંઘતા હતા ત્યારે અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ, ખંજવાળ અને આંખોમાં બળતરા શરૂ થઈ હતી. ડરના માર્યા લોકો તેમના ઘરમાંથી બહાર આવી ગયા હતા પરંતુ ગેસ ગળતરના કારણે હવા ઝેરી બની ગઈ હતી. જેના કારણે લોકો બેભાન થઈને રોડ પર પડી ગયા હતા. આ ઉપરાંત અનેક પશુ પણ ઝેરીલા ગેસની ઝપેટમાં આવી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર

Embed widget