શોધખોળ કરો
Advertisement
આતંકવાદી બુરહાન વાનીને સહાનુભૂતિ આપનારાઓને વીકે સિંહે આપ્યો જવાબ
નવી દિલ્લી: આતંકી બુરહાન વાનીના એંકાઉંટર બાદ કશ્મીર ઘાટીમાં હિંસા હજી પણ ચાલુ છે. ઘાટીમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે આજે કેંદ્રીય મંત્રી વીકે સિંહે આતંકી બુરહાન વાની સાથે સહાનુભૂતિ દાખવતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ફેસબુક પર વીકે સિંહે પોસ્ટ કરી કશ્મીરના યુવાનોન વિકાસના રસ્તે ચાલવાની અપીલ કરી છે.
શું લખ્યુ સિંહે
કશ્મીરની વર્તમાન પરિસ્થિતિથી તમે પરિચિત હશો. શહીદ બુરહાન વની માટે કેટલાક બુદ્ધિજીવી શુભચિંતકોએ તેમનો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ભારતીય સરકાર અને જમ્મુ-કશ્મીરની સરકારને દોષિત જાહેર કરી દીધી છે. તેમણે ત્યાં સુધી કહી દીધુ કે જનતાના અવાજને દબાવવામાં આવે છે. સેના અને પોલીસ સરકારી વેતન લેનારા અત્યાચારી છે જેમને બીજાને પીડા આપવામાં મજા આવે છે. સીમ પારથી પણ જનતાના વિરોધને પૂર્ણ સમર્થન મળી રહ્યું છે. અલગતાવાદી નેતા સતત વિરોધ કરી રહ્યા છે.
મિત્રો જ્યારે આતંકવાદી, ઈર્ષાળુ પડોશી અને દેશમાં રહીને તેને તોડનારા દેશદ્રોહીઓ એક જ રાગ આલાપે ત્યારે સમજો કે તેમના જૂથ પર સંકટ વધી રહ્યું છે. બાકી તમે પોતે સમજદાર છો. અમુક સવાલોના જવાબો કશ્મીરના લોકોએ તેમને પૂછવા જોઈએ તે તેમને બળવામાં જવા માટે ઉશ્કેરે છે.
સેનાની વિરૂદ્ધ ઉશ્કેરતો હતો વાની
ગત વર્ષે કશ્મીરમાં પૂર આવ્યુ હતું. બુરહાન વાનીએ કેટલા લોકોના જીવ બચાવ્યા હતા. જે ભારતીય સેનાએ ડૂબતા કશ્મીરને નવા પ્રાણ આપ્યા હતા, બુરહાન વાની એ જ ભારતીય સેના વિરૂદ્ધ હુમલા માટે યુવાનોને ઉશ્કેરતો હતો. શું એ આપણા શહીદ છે. ભારતીય સેનાએ તેને મારી નાખ્યો, આપણને ગર્વ છે આપણી સેના પર. ભગવાન ન કરે અને કશ્મીર પર કોઈ વિપત્તી આવે, જેમના પર પથ્થર વરસી રહ્યા છે તે જ સંકટ મોચન બનશે. આ વિશ્વાસની પુષ્ટિ મારી પાસે નહિ કોઈ પણ કશ્મીરી પાસેથી કરાવી લો.
કેટલાક લોકો કશ્મીરની પરિસ્થિતિ માટે ભારતના જવાબદાર માને છે. અને UN Conventionનો હવાલો આપી કગે છે કે ભારતે હજી સુધી કશ્મીરીઓને મતાધિકાર કેમ નથી આપ્યો. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે ભારત ઈચ્છે તો પણ કશ્મીર મુદ્દે જનમત ન લઈ શકે કેમકે UN Convention અનુસાર જનમત માટે પાકિસ્તાન દ્વારા ગુલામ બનાવાયેલા કશ્મીરમાંથી પોતાની સેના હટાવી લેવી પહેલુ સ્ટેજ છે. આ અંગે કશ્મીરીઓને કોણ ગેર માર્ગે દોરી રહ્યુ છે અને શું કામ ભારત તરફ જે ક્રોધ ઠાલવામાં આવી રહ્યો છે, તેને સાચી દિશા આપવી જોઈએ.
દુખ છે કે જ્યાં કશ્મીરનો એક યુવાન civil servicesમાં સર્વોચ્ચ સ્થાને પાસ થનાર છે તો બીજો યુવાન હાથમાં પથ્થર ઉઠાવી લે છે. યુવાનોએ આ નિર્ણય લેવો પડશે કે ક્યા વિકલ્પથી તે કશ્મીરને વધારે સારુ બનાવવા માગે છે.
કશ્મીરતો અમારું જ રહેશે. 1947થી આ વિચારમાં કોઈ પરિવર્તન આવ્યુ નથી. અને નહિ આવે. 2004માં અમારા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતની સીમાઓ પરિવર્તિત નહિ થાય. આવ-જા કરવા માટે સુવિધાઓ આપી શકાય. આ તથ્યને જેટલુ જલ્દી સ્વીકારશો એટલું બધા માટે સારું છે.
અમારી સહાયતા કરો, કે અમે તમારી મદદ કરી શકીએ. આખુ વિશ્વ ભારતને મજબૂત દેશ મોની રહ્યું છે. અને જાણે છે કે ભવિષ્યમાં ભારતનું સ્થાન વિષેશ છે. શું આપ આ મહાગાથાનો ભાગ બનવા માગો છો. મારી વિનંતી છે કે ભીડ માંથી નીકળો અને પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement