Vote From Home: ચૂંટણી પંચે વોટ ફ્રોમ હોમની કરી જાહેરાત, કર્ણાટક ચૂંટણીમાં વૃદ્ધો અને દિવ્યાંગોને મળશે આ લાભ
આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, "કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023 સુધીનો છે
Rajiv Kumar Press Conference: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શનિવારે (11 માર્ચ) વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે મોટી સુવિધાની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જાહેરાત કરી હતી કે 80 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વોટ ફ્રોમ હોમનો વિકલ્પ મળશે. તેમણે કહ્યું કે આ પ્રકારની સુવિધા પ્રથમ વખત આપવામાં આવશે.
All arrangements will be made at the polling station for the convenience of senior citizens & PwD voters. For the first time, home voting facility is also there for 12.15 lakh 80 years + & 5.55 lakh benchmarked PwD voters so they can vote from the comfort of their homes: CEC pic.twitter.com/IT9kNrU27t
— Election Commission of India #SVEEP (@ECISVEEP) March 11, 2023
આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, "કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023 સુધીનો છે, તેથી નવી વિધાનસભા યોજવી પડશે અને તે પહેલા ચૂંટણી પૂર્ણ કરવી પડશે. વોટ ફ્રોમ હોમ ફેસિલિટી અંગે તેમણે કહ્યું કે, "અમે પ્રથમ વખત કર્ણાટકમાં 80 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અને દિવ્યાંગ મતદારોને સુવિધા આપવા જઈ રહ્યા છીએ. જો તેઓ ઈચ્છે તો તેમના ઘરેથી પણ મતદાન કરી શકે છે."
વોટ ફ્રોમ હોમનો લાભ કેવી રીતે મળશે?
રાજીવ કુમારે જણાવ્યું હતું કે, "ચૂંટણી પંચની ટીમ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે તેમના મત લેવા માટે ફોર્મ-12D સાથે પહોંચશે. આ પ્રક્રિયામાં પણ સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, "આ સુવિધા એવા લોકો માટે છે જે મતદાન કરવા માટે મતદાન મથક પર જઈ શકતા નથી." રાજીવ કુમારે કહ્યું, "મતદારોને મતદાન મથક પર આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
ઉમેદવારો માટે નવી મોબાઈલ એપ
રાજીવ કુમારે કહ્યું હતું કે એક અન્ય મોબાઇલ એપ્લિકેશન 'સુવિધા' વિકસાવવામાં આવી છે, જે ઉમેદવારો માટે નોમિનેશન અને એફિડેવિટ ફાઇલ કરવા માટેનું એક ઓનલાઈન પોર્ટલ છે." ઉમેદવારો સભાઓ અને રેલીઓ માટે પરવાનગી લેવા માટે પણ આ સુવિધા પોર્ટલનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, પહેલાની જેમ રાજકીય પક્ષોએ તેમના પોર્ટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મતદારોને જણાવવું પડશે કે તેઓએ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને કેમ પસંદ કર્યા અને તેમને ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.
100 વર્ષથી વધુ ઉંમરના ઘણા મતદારો
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં 5.21 કરોડ મતદારો છે, જેમાંથી 2.59 કરોડ મહિલાઓ છે. આવા 16,976 મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે. 4,699 મતદારો થર્ડ જેન્ડર છે અને 9.17 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે. 12.15 લાખથી વધુ મતદારો 80 વર્ષના છે અને 5.55 મતદારો શારીરિક રીતે અક્ષમ છે.