(Source: ECI/ABP News/ABP Majha)
Waqf Bill: ઓવૈસી, ઇમરાન મસૂદ અને મોહમ્મદ મોહિબુલ્લા... વક્ફ બિલ પર જેપીસીમાં હશે લોકસભાના આ 21 સભ્યો
કિરેન રિજિજુએ એક દિવસ પહેલા લોકસભામાં વક્ફ બિલ રજૂ કર્યું હતું. આ બિલને જેપીસીને મોકલી દેવામાં આવ્યું હતું. વક્ફ બિલને લઈને બની રહેલી જેપીસીમાં કયા સભ્યો હશે, હવે 21 નામ સામે આવ્યા છે.
Waqf Bill JPC Members: સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક દિવસ પહેલા લોકસભામાં વક્ફ બિલ 2024 રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી દળોએ આ બિલનો વિરોધ કરતા તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું. વિપક્ષની આપત્તિ અને ભારે વિરોધ વચ્ચે આ બિલ લોકસભામાં કોઈ ચર્ચા વિના સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલી દેવામાં આવ્યું હતું.
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે જલ્દી જ તેને લઈને જેપીસી બનાવશે. હવે તેને લઈને જેપીસીના 21 સભ્યોના નામ સામે આવ્યા છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જેપીસીના 21 સભ્યોના નામ જણાવ્યા. કિરેન રિજિજુએ કહ્યું કે 31 સભ્યોવાળી આ જેપીસીમાં 21 સભ્યો લોકસભા અને 10 સભ્યો રાજ્યસભાથી હશે. કિરેન રિજિજુએ કહ્યું કે જેપીસી વક્ફ બિલ પર આગામી સત્રના પહેલા અઠવાડિયાના અંતિમ દિવસે પોતાનો અહેવાલ રજૂ કરશે. તેમણે જેપીસીમાં લોકસભાના જે 21 સભ્યોને સામેલ કરવાનો પ્રસ્તાવ છે, તે નામ પણ જણાવ્યા. નામ સામે આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ કે સુરેશે એનકે પ્રેમચંદ્રનને પણ જેપીસીમાં સામેલ કરવાની માંગ કરી.
વક્ફ બિલ પર લોકસભાથી જેપીસીમાં હશે આ સભ્યો:
- જગદંબિકા પાલ
- નિશિકાંત દુબે
- તેજસ્વી સૂર્યા
- અપરાજિતા સારંગી
- સંજય જાયસવાલ
- દિલીપ સૈકિયા
- અભિજીત ગાંગોપાધ્યાય
- શ્રીમતી ડીકે અરોરા
- ગૌરવ ગોગોઈ
- ઇમરાન મસૂદ
- મોહમ્મદ જાવેદ
- મૌલાના મોહિબુલ્લા
- કલ્યાણ બેનર્જી
- એ રાજા
- એલએસ દેવરાયુલુ
- દિનેશ્વર કામાયત
- અરવિંદ સાવંત
- સુરેશ ગોપીનાથ
- નરેશ ગણપત માસ્કે
- અરુણ ભારતી
- અસદુદ્દીન ઓવૈસી
આ પહેલા કેન્દ્રીય મંત્રી રિજિજુએ જણાવ્યું હતું કે, અમે અમારી સરકારની ભાવના જણાવવા માંગીએ છીએ કે પાર્લિયામેંટની સંયુક્ત સમિતિનું ગઠન કરવામાં આવે અને આ વિધેયકને ત્યાં મોકલવામાં આવે. આ પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આપ આ સમિતિનું ગઠન કરીને આ વિધેયકને મોકલી આપો. સ્પીકરે કહ્યું કે હું તમામ નેતાઓ સાથે વાત કરીને સંયુક્ત સંસદીય સમિતિનું ગઠન કરીશ.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સંસદમાં કહ્યું, "હવે કોઈનાં અધિકારોને છીનવી લેવાનું ભૂલી જાઓ. અમે આ વિધેયક થકી તે લોકોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેને પહેલાં ન્યાય મળ્યો નહોતો. અમે તેમના અધિકારો માટે લડીશું. કોઈપણ વિધેયકમાં સુધારા થવા એ પહેલીવાર નથી, આઝાદી બાદ ઘણીવાર સુધારા કરવામાં આવ્યા છે."