WB School Reopening: પશ્ચિમ બંગાળમાં કઈ તારીખથી ખૂલશે કોલેજ? જાણો મમતા બેનર્જીએ શું કહ્યું
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધો. 8 થી 12ના વર્ગો, કોલેજ અને યુનિવર્સિટી 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.
WB School Reopening: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન ઘણા રાજ્યોમાં ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ આ સપ્તાહથી તમામ શૈક્ષણિક સંસ્થાનો ખૂલી જશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધો. 8 થી 12ના વર્ગો, કોલેજ અને યુનિવર્સિટી 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.
ભારતની શું છે સ્થિતિ
Schools in West Bengal for classes 8 to 12, colleges, universities to reopen from February 3 announces Chief Minister Mamata Banerjee.
— ANI (@ANI) January 31, 2022
(File pic) pic.twitter.com/7mVwjl04Ps
એમપીમાં આવતીકાલથી શરૂ થશે સ્કૂલો
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ધો. 1 થી 12 સુધીના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
- કુલ એક્ટિવ કેસઃ 18,31,268
- ડિસ્ચાર્જઃ 3,89,76,122
- મૃત્યુઆંકઃ 4,95,050
- કુલ રસીકરણઃ 166,03,96,227
ફરીથી ડરાવવા લાગ્યો છે આ આંકડો, અઠવાડિયામાં જ 5200 લોકોના મોત
દેશમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ હવે ફરી એકવાર નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં સંક્રમિત દર્દીઓના મોતના કેસમાં વધારો થયો છે. રવિવારે, દેશભરમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોવિડને કારણે 893 સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે તેમની સંખ્યા ઘટીને 18,84,937 થઈ ગઈ છે, જે કુલ સંક્રમિતોની સંખ્યાના 4.59 ટકા છે. તે જ સમયે, દેશમાં કોવિડનો રિકવરી રેટ 93.89 ટકા પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 2,09,918 લોકોને કોવિડ સંક્રમણ હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 959 લોકોના મોત થયા છે. દેશભરના કોરોના આંકડાઓમાં દર્દીઓના મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કોવિડને કારણે 5 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે સૌથી વધુ 374 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. 31 જાન્યુઆરીએ દેશમાં 959 લોકોના મોત થયા છે, જ્યારે 25 જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ 614 મૃત્યુની પુષ્ટિ થઈ હતી.
કયા દિવસે કેટલા મૃત્યુ થયા
- જાન્યુઆરી 31- 959
- જાન્યુઆરી 30-891
- જાન્યુઆરી 29-871
- જાન્યુઆરી 28 - 627
- જાન્યુઆરી 27-573
- 26 જાન્યુઆરી - 665
- જાન્યુઆરી 25-614
- કુલ 7 દિવસ - કુલ 5200 મૃત્યુ