શોધખોળ કરો

Weather Update Today: આજે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, નાગપુરમાં પૂરથી 10 હજાર મકાનને નુકસાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના છે. એટલું જ નહીં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા છે.

Weather Update Today:  દેશના કેટલાક ભાગોમાં ચોમાસાએ જમાવટ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા રાજ્યોમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની સંભાવના છે. એટલું જ નહીં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા છે. રાજધાની દિલ્હીમાં આજે અંશતઃ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. આજે IMDએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, બિહાર સહિત અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?

શનિવારે દિલ્હી-NCRમાં વરસાદ બાદ ગરમી અને ભેજથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. મહારાષ્ટ્રના નાગપુરમાં પૂર બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે, જેના કારણે 10 હજાર ઘરોને નુકસાન થયું છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીડિતોને વળતરની જાહેરાત કરી છે. IMDએ નાગપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Weather Update Today: આજે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, નાગપુરમાં પૂરથી 10 હજાર મકાનને નુકસાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

IMDની આગાહી અનુસાર, આજે પશ્ચિમ આસામ, મેઘાલય, દક્ષિણ મધ્યપ્રદેશ, ગુજરાત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ તથા કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે, પૂર્વોત્તર ભારત, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા અને તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક અથવા બે તીવ્ર વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી  કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Embed widget