શોધખોળ કરો
Advertisement
જાણો કોના ખાતામાં જાય છે તમારી પાસેથી વસુલવામાં આવેલ ટ્રાફિક દંડ, દિલ્હીમાં છે અલગ નિયમ
નિયમ અનુસાર રાજ્યમાં ટ્રાફિક રૂલ્સ તોડવા પર જે દંડ ભરવામાં આવે છે તે રાજ્ય સરકારના ખાતામાં જાય છે.
નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બરથી દેશના મોટાભાગના રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. ગુજરાતમાં પણ 16 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ થઈ જશે. નિયમ લાગુ થયા બાદ હાલમાં મોટા દંડની રકમ ચર્ચામાં છે. દિલ્હીમાં એક ટ્રકનો 2 લાખતી વધારેનો મેનો ફાડવામાં આવ્યો હતો જે અત્યાર સુધીની સૌથી વધારે રકમનો દંડ છે. લોકોના મનમાં પણ પ્રશ્ન થતો હશે કે આખેર આ રકમ કોના ખાતામાં જતી હશે. આવો જાણીએ ટ્રાફિકાના આ નિયમ વિશે.
નિયમ અનુસાર રાજ્યમાં ટ્રાફિક રૂલ્સ તોડવા પર જે દંડ ભરવામાં આવે છે તે રાજ્ય સરકારના ખાતામાં જાય છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોના કેસમાં આ દંડની રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જમા થાય છે.
જોકે દિલ્હીમાં નિયમ અલગ છે. દિલ્હીની ટ્રાફિક પોલીસ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે. બીજી બાજુ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દિલ્હી સરકાર અંતર્ગત આવે છે. જેથી દિલ્હીમાં ટ્રાફિક પોલીસ અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી બન્નેને મેનો આપવાનો અધિકાર છે.
જો કોઈ કેસ કોર્ટ સુધી જાય અને કોર્ટમાં રકમ જમા કરાવવામાં આવે તો તે રકમ પણ રાજ્ય સરકારને જ આપવામાં આવે છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં નિયમ અલગ છે. દિલ્હીની વાત કરીએ તો, અહી ચલણ જો દિલ્હી પોલીસ આપે છે તો તે રકમ કેન્દ્ર સરકારના ખાતામાં જાય છે. આજ પ્રકારે જો સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ચલણ આપે છે તો, આ રકમ દિલ્હી સરકારના ખાતામાં જાય છે.
જો કોઈ વાહનનો નેશનલ હાઈવે પર મેનો ફાડવામાં આવે તો આ રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે. જ્યારે સ્ટેટ હાઈવે પર આપવામાં આવતા મેમાની રકમ રાજ્ય સરકારના ખાતામાં જાય છે. દિલ્હીના મામલામાં એ જોવામાં આવે છે કે, ચલણ ટ્રાફિક પોલીસે આપ્યું છે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ. કેટલીક વખત આપવામાં આવતા ચલણને સેફ્ટી ફંડ બનાવી કલેક્ટ કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement