શોધખોળ કરો
ગુજરાત ભાજપના કોળી સમાજના ક્યા નેતાએ કેન્દ્ર સરકાર કે સંગઠનમાં કોળીઓને પ્રતિનિધિત્વની માગ સાથે મૂક્યો વીડિયો ?
કોળી સમાજના આગેવાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કોળી સમાજને પ્રતિનિધિત્વની માગ બુલંદ કરી છે.
![ગુજરાત ભાજપના કોળી સમાજના ક્યા નેતાએ કેન્દ્ર સરકાર કે સંગઠનમાં કોળીઓને પ્રતિનિધિત્વની માગ સાથે મૂક્યો વીડિયો ? Which leader of Koli Samaj of Gujarat BJP posted a video demanding representation of Koli in the Central Government or organization? ગુજરાત ભાજપના કોળી સમાજના ક્યા નેતાએ કેન્દ્ર સરકાર કે સંગઠનમાં કોળીઓને પ્રતિનિધિત્વની માગ સાથે મૂક્યો વીડિયો ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/12162619/hira-solanki.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આડે એક અઠવાડિયું પણ બચ્યું નથી ત્યાં કોળી સમાજે કેન્દ્ર સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ અથવા ભાજપ સંગઠનમાં મોટા હોદ્દા માટે માગણી કરતાં ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કોળી સમાજના આગેવાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કોળી સમાજને પ્રતિનિધિત્વની માગ બુલંદ કરી છે. ગુજરાત કોળી સમાજના સાંસદોને કેન્દ્ર સરકારમા સ્થાન આપવા માટે હીરા સોલંકી મેદાનમાં આવ્યા છે અને તેમને વીડિયો મેસેજ દ્વારા આ માગણી કરી છે.
ગુજરાત કોળી સેનાના પ્રમુખ અને રાજયના પૂર્વ સંચદીય સચીવ હીરાભાઈ સોલંકીએ કોળી સમાજને દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં સ્થાન અપાય અથવા સંગઠનમાં પ્રતિનિધિત્વ માટે મહત્વનું સ્થાન આપવાની માંગ કરી છે. સોશિયલ મીડીયા પર હીરા સોલંકીનો વીડિયો વાયરલ થતાં ભાજપમાં આ મુદ્દો ચિંતાનો વિષય બન્યો છે. હીરા સોલંકીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોળી સમાજને યોગ્ય પ્રતિનિદિત્વ આપવા અપીલ કરી છે. આ વીડિયોમાં હીરો સોલંકીએ દાવો કર્યો છે કે, રાજયભરમાંથી કોળી સમાજના આગેવાનો દ્વારા વાંરવાર પોતાની સમક્ષ રજૂઆત આવતી હોવાથી પોતે આ વાત ભાજપના આગેવાનો સુધી પહોંચાડી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)