શોધખોળ કરો
Advertisement
પુલવામા વરસી પર રાહુલે પૂછ્યું- હુમલાથી સૌથી વધારે કોને ફાયદો થયો?
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરી પુલવામા હુમલા પર ત્રણ સવાલો પૂછ્યા હતા.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં પુલવામાંમાં સીઆરપીએફ જવાનો પર હુમલાને આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. હુમલાની વરસીને લઈને આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે અને ભાજપ સરકારને ત્રણ સવાલ પૂછ્યા છે. તેમાંથી એક સવાલ હતો- હુમલાથી કોને ફાયદો થયો? રાહુલ ગાંધીના આ સવાલ પર ભાજપ નેતા કપિલ મિશ્રાએ તેના પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ શું ટ્વીટ કર્યું?
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરી પુલવામા હુમલા પર ત્રણ સવાલો પૂછ્યા હતા. કોંગ્રેસના નેતાએ લખ્યું કે, આજે જ્યારે આપણે પુલવામાના ચાલીસ શહીદોને યાદ કરીએ છીએ ત્યારે પૂછવું જોઈએ કે….Today as we remember our 40 CRPF martyrs in the #PulwamaAttack , let us ask:
1. Who benefitted the most from the attack? 2. What is the outcome of the inquiry into the attack?3. Who in the BJP Govt has yet been held accountable for the security lapses that allowed the attack? pic.twitter.com/KZLbdOkLK5 — Rahul Gandhi (@RahulGandhi) February 14, 2020
- પુલવામા આતંકી હુમલાથી આખરે કોને સૌથી વધારે ફાયદો થયો?
- પુલવામા હુમલાની તપાસમાં આખરે શું નીકળ્યું ?
- સુરક્ષામાં ચૂક માટે મોદી સરકારમાં કોની જવાબદારી હતી ?
રાહુલ ગાંધીના ટ્વીટને રિટ્વીટ કરતાં ભાજપના નેતા અને હાલમાં જ દિલ્હી ચૂંટણીમાં હારનાર કપિલ મિશ્રાએ કહ્યું, ‘શરમ કરો રાહુલ ગાંધી. પૂછો છો પુલવામાં હુમલાથી કોને ફાયદો થયો? જો દેશે પૂછી લીધું કે ઇન્દિરા-રાજીવની હત્યાથી કોને ફાયદો થયો, તો શું જવાબ આપશો? આટલી ખરાબ રાજનીતિ ન કરો. શરમ કરો.’शर्म करो राहुल गांधी
पूछते हो पुलवामा हमले से किसका फायदा हुआ? अगर देश ने पूछ लिया कि इंदिरा राजीव की हत्या से किसका फायदा हुआ , फिर क्या बोलोगे? इतनी घटिया राजनीति मत करो शर्म करो https://t.co/9C5AsNyMba — Kapil Mishra (@KapilMishra_IND) February 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion