શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આદિત્યા આલ્વા કોણ છે? ડ્રેગ્સ કેસમાં કેવી રીતે આવ્યું નામ
બેંગલોર ડ્રગ્સ કેસમાં આજે ચેન્ન્ઇથી આદિત્ય આલ્વાની પોલીસે ધરપકડ કરી છે. બેંગલોરમાં રેવ પાર્ટીની તપાસ દરમિયાન કન્નડ અભિનેત્રી રાગણી સહિત પાર્ટીના ઓર્ગેનાઇઝર વિરેન ખન્ના આદિત્ય અગ્રવાલની ધરપકડ કરાઇ છે. આ પાર્ટીનું કનેકશન હાઇપ્રોફાઇલ આદિત્ય આલ્વા સાથે જોડાયું છે. તેમનું પેડલર્સ તરીકે નામ સામે આવતા તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આજે તેમની ધરપકડ કરાઇ છે. તો જાણીએ આ હાઇપ્રોફાઇલ ધરાવતા આદિત્ય આલ્વા કોણ છે.
બેંગલોર સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં કેટલાક મોટા નામ સામે આવી રહ્યાં છે. પોલીસ કેટલાક પેડલર્સની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા પેડલર્સમાં આદિત્ય આલ્વાનું નામ પણ સામેલ છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આદિત્ય આલ્વાના ઘર “હાઉસ ઓફ લાઇવ્સની તપાસ કરી હતી.
કોણ છે આદિત્ય આલ્વા
આદિત્ય આલ્વા પૂર્વ મંત્રી જીવરાજ આલ્વાના પુત્ર છે. તેમની બહેન પ્રિયંકાના લગ્ન વિવેક ઓબેરોય સાથે થયા છે. તે નાતે આદિત્ય વિવેક તેમનો સાળો છે.જેના કારણે સીસીબીથી આદિત્ય આલ્વેના પરિવાર સાથે ઓબેરોયના પરિવારના સાથે પણ પૂછપરછ થઇ હતી.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ એન્ગલ સામે આવતા કર્ણાટકમાં પણ ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો હતો. બેંગલોર ક્રાઇમ બ્રાન્ચ સતત આ મામલાની તપાસ કરી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement