શોધખોળ કરો
Advertisement
કેબ ડ્રાઈવરો ગાડીમાં કેમ સાથે રાખે છે કોન્ડમ? કારણ જાણીને ચોંકી જશો
તાજેતરમાં જ તેને એ માટે મેમો ફટકારવામાં આવ્યો હતો. કારણ કે તેણે કોન્ડમ ફર્સ્ટ એડ બોક્સમાં રાખ્યા નહોતા. જોકે તેને મેમોની જે સ્લિપ આપવામાં આવી હતી તે ઓવરસ્પીડ માટે હતી.
નવી દિલ્હી: જેએનયૂથી નેલ્સન મંડેલા માર્ગ પર વળતાં જ કેબ ડ્રાઈવર ધર્મેન્દ્રને ટ્રાફિક પોલીસ રોક્યો હતો. ધર્મેન્દ્રએ સીટ બેલ્ટ પહેરેલો છે અને પોતાની બ્લૂ વર્દી પણ પહેરેલી હતી. જોક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેની પાસે ફર્સ્ટ એડ બોક્સમાં કોન્ડમ પણ મુકેલો છે. તે બોક્સ ખોલીને બતાવે છે જેમાં ડેટોલ, પેરાસિટામોલ ટેબ્લેટ્સ, બેન્ડેઝ અને કોન્ડોમ હતાં.
ધર્મેન્દ્ર જણાવ્યું હતું કે, તાજેતરમાં જ તેને એ માટે મેમો ફટકારવામાં આવ્યો હતો. કારણ કે તેણે કોન્ડમ ફર્સ્ટ એડ બોક્સમાં રાખ્યા નહોતા. જોકે તેને મેમોની જે સ્લિપ આપવામાં આવી હતી તે ઓવરસ્પીડ માટે હતી.
દિલ્હીમાં મોટી સંખ્યામાં જે કેબ ડ્રાઈવર છે જે ફર્સ્ટ એડ બોક્સમાં કોન્ડમ રાખે છે. તેમનું માનવું છે કે, જો તેઓ આવું કરતાં નથી તો આ માટે તેમને મેમો ફટકારવામાં આવે છે. દિલ્હીની સર્વોદય ડ્રાઈવર એસોસિએશનનાં પ્રેસિડેન્ટ કમલજીત ગિલે જણાવ્યું હતું કે, તમામ સાર્વજનિક વાહનો માટે દરેક સમયે ઓછામાં ઓછા ત્રણ કોન્ડમ લઈને ચાલવું જરૂરી છે.
ડ્રાઈવરોને એ ખબર નથી કે, આખરે આનો ઉપયોગ શું છે. જોકે ખુદ કમલજીત ગિલ જણાવ્યું હતું કે, આનો ઉપયોગ હાડકામાં ઈજા થાય અથવા છોલાય ત્યારે કરી શકાય છે. તેણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને બ્લીડિંગ થવા લાગે છે તો કોન્ડમ દ્વારા તેને રોકી શકાય છે. આ ઉપરાંત ફ્રેક્ચર થવા પર તે જગ્યાએ કોન્ડમ બાંધી શકાય છે.
કેબ ડ્રાઈવર રમેશે જણાવ્યું હતું કે, મેં ઘણાં લોકો પાસેથી સાંભળ્યું છે કે, કોન્ડમ રાખવા જરૂરી છે. આ માટે ઓછામાં ઓછો એક તો હંમેશા રાખું છું. આજ સુધી ટ્રાફિક પોલીસ તરફથી આ વિશે પૂછવામાં આવ્યું નથી. જોકે ફિટનેસ ટેસ્ટ દરમિયાન ઘણીવાર પુછવામાં આવે છે કે, તેઓ ગાડીમાં કોન્ડમ રાખે છે કે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion