કોરોનાથી રિકવર થયેલા દર્દીના હાર્ટ અટેક કેમ થઇ રહ્યાં છે મૃત્યુ? જાણો કોવિડ-19ના દર્દીમાં બ્લડ ક્લોટિંગના કયાં છે કારણો
કોરોનાની મહામારીની બીજી લહેરમાં કોરોનાથી સાજા થયેલા દર્દીમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં એવા કેસ સામે આવી રહ્યાં છે. જેમાં હૃદયરોગના કારણે મોત થયા છે. તો એવા ક્યાં કારણો છે જેના કારણે કોરોનાના રોગીને હૃદયરોગની સમસ્યા જોવા મળે છે.
કોરોનાની મહામારીની બીજી લહેરમાં કોરોનાથી સાજા થયેલા દર્દીમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં એવા કેસ સામે આવી રહ્યાં છે. જેમાં હૃદયરોગના કારણે મોત થયા છે. તો એવા ક્યાં કારણો છે જેના કારણે કોરોનાના રોગીને હૃદયરોગની સમસ્યા જોવા મળે છે.
કોવિડ-19ની બીજી લહેરમાં એવા કેસ વધુ સામે આવ્યાં છે, જેમાં કોરોનાથી સાજા થયા બાદ હાર્ટ અટેકના હુમલાથી મોત થઇ ગયું તો કોરોના બાદ આવું થવાનું કારણ શું છે જાણીએ..
કોરોનાની દર્દીમાં બ્લડ ક્લોટિંગ કેમ થાય છે?
કોરોનાના એવા દર્દીઓમાં પણ હાર્ટ અટેકનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેને હાર્ટ ડિસિઝનો કોઈ હિસ્ટ્રી ન હોય., આવું થવા પાછળનું કારણ પલ્મોનરી એલેમા હોવાનું સામે આવ્યું છે. કોરોનાના કારણે ફેફસાંમાં પાણી ભરાય છે અને શ્વાસ લેવાામાં મુશ્કેલી થતાં રેસ્પિરેટરી ઓર્ગન બંધ થઇ જાય છે.
દિલ્લી એમ્સના ડાયક્ટરે આ માામલે વાત કરતાં કહ્યું કે કોરોના વાયરસનું નવો સ્ટ્રેનના કારણે પણ બ્લડ બ્લોટિંગ સમસ્યા થઇ રહી છે. આ કારણે કોરોના બાદ કોવિડ-19ના દર્દીમાં બ્લડ બ્લોટિંગની સમસ્યા થઇ રહી છે. બ્લડ બ્લોટિંગ થતાં હાર્ટ અટેક થાય છે.
કેટલાક અભ્યાસ અનુસાર જે લોકોને અગાઉથી હાર્ટ ડિસિઝ કે ડાયાબિટીઝ છે, તેમાંથી 15-20 ટકાને જ સમસ્યાઓ વધી રહી છે. તેમાંથી 5%ને હાર્ટ એટેક આવવાનું જોખમ છે. પરંતુ સૌથી વધુ નુકસાન યુવાઓને થઈ રહ્યું છે, જેમને અગાઉથી હાર્ટ સાથે સંબંધિત કોઈ બીમારી નથી રહી કે તેમને લક્ષણોના અભાવે તેની જાણ ન થઈ હોય.
યુવા દર્દીઓમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનામાં એક્યુટ માયોકાર્ડિટિસ થવાનું જોખમ વધી જાય છે,જેમાં હાર્ટ મસલ્સમાં સોજો આવી જાય છે. આ સ્થિતિમાં દર્દીની જિંદગીની શક્યતા ઓછી થઇ જાય છે.
કોવિડ-19 ઈન્ફેક્શનના કારણે ફેફસાંમાં સોજો આવી જાય છે તેની અસર હૃદય પર થાય છે. હાર્ટની ધમની પર પણ સોજો આવી જાય છે. તેમની ધમનીઓ (આર્ટરી)માં બ્લોકેજ હાર્ટ એટેકનું કારણ બને છે.