Coronavirus Vaccination:કોરોના વાયરસની રસી લીધા બાદ શા માટે આવે છે તાવ?
કોરોનાથી બચાવ માટે રસી લગાવ્યાં બાદ તાવ, માથામાં દુખાવો અને થકાવટ જેવા અસ્થાયી લક્ષણો દેખાય છે. રસી લીધા બાદ અલગ અલગ પરેશાની જોવા મળી રહી છે.
coronavirus: કોરોનાથી બચાવ માટે રસી લગાવ્યાં બાદ તાવ, માથામાં દુખાવો અને થકાવટ જેવા અસ્થાયી લક્ષણો દેખાય છે. અલગ અલગ પરેશાની જોવા મળી રહી છે. કેટલાક લોકો એવા પણ છે. જેને કોઇ તકલીફ નથી થતી. આ સ્થિતિમાં સામાન્ય રીતે એ સવાલ થાય કે, વેક્સિન બાદ આવી આડઅસરનો મતબલ શું છે. શું આ આડઅસરનું વેક્સિનેશનની અસર પર કંઇ લેવા દેવા છે. જાણીએ
કોરોનાની વેક્સિનેશનને લઇને હાલ સોશિયલ મીડિયામાં અનેક ખોટી અફવા વાયરસ થઇ રહી છે. તેની આડઅસરને લઇને પણ લોકોમાં આવી ખોટી અફવા દ્રારા ભય ફેલાવાવમાં આવી રહ્યો છે. આ સ્થિતિને જોતા લોકો વેક્સિને લેવા માટે ખચકાટ અનુભવે છે. જો કે નિષ્ણાતની માનીએ તો કોરોના વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની આડઅસરથી ડર્યાં વિના નિશ્ચિત થઇને વેક્સિન લેવી જોઇએ.
કોરોનાથી બચાવ માટે રસી લગાવ્યાં બાદ તાવ, માથામાં દુખાવો અને થકાવટ જેવા અસ્થાયી લક્ષણો દેખાય છે. અલગ અલગ પરેશાની જોવા મળી રહી છે. કેટલાક લોકો એવા પણ છે. જેને કોઇ તકલીફ નથી થતી. આ સ્થિતિમાં સામાન્ય રીતે એ સવાલ થાય કે, વેક્સિન બાદ આવી આડઅસરનો મતબલ શું છે. શું આ આડઅસરનું વેક્સિનેશનની અસર પર કંઇ લેવા દેવા છે. જાણીએ ક્યાં કરાણે વેક્સિનેશન બાદ દેખાય છે સાઇડ ઇફેક્ટ
આ કારણે દેખાય છે સાઇડ ઇફેક્ટ
આપણી ઇમ્યુન સિસ્ટમ બે ભાગમાં કામ કરે છે. પહેલા ભાગમાં શરીમાં કોઇ બહારી વાયરસ કે બેક્ટરિયા આવતા જ ઇમ્યુન સિસ્ટમ સક્રિય થઇ જાય છે. રસી લીધા બાદ પણ કંઇક આવું જ થાય છે. રસી લીધા બાદ વ્હાઇટ સેલ્સ તે જગ્યા તરફ દોડાવા લાગે છે. તેનાથી શરીરમાં ઇન્ફ્લેમેશન થાય છે. આ જ કારણ છે કે, મોટી ઉંમરના લોકો કરતા યુવામાં વધુ આડઅસર જોવા મળે છે.
શું લક્ષણ ન દેખાય તો વેક્સિન બેઅસર છે?
કેટલાક લોકોના મનમાં એ સવાલ છે કે, પહેલા અને બીજા કોઇ પણ ડોઝ બાદ તાવ, થકાવટ જેવી કોઇ પરેશાની ન થઇ તો તેનો અર્થ છે કે, ઇમન્યૂન સિસ્ટમે વેક્સિન પર કોઇ પ્રતિક્રિયા ન આપી? આ સ્થિતિમાં શું વેક્સિનનો ફાયદો નહીં થાય? આ વિચાર ખોટો છે. કોઇ આડઅસર ન દેખાય તેનો અર્થ એ નથી કે, વેક્સિન બેઅસર છે.વેક્સિન લીધા બાદ વાયરસ સામે એન્ટીબોડી બનવીએ ઇમ્યુન સિસ્ટમનો બીજો ભાગ છે. ટૂંકમાં વેક્સિન લીધા બાદ કોઇ આડઅસર થાય કે નહી પરંતુ ઇમ્યૂન સિસ્ટમ એન્ટીબોડી બનાવવાનું કામ બખૂબી કરે છે.