પત્નિને પતિ સાથે હતો અણબનાવ, સાવકા ભાઈએ સમજૂતી કરાવવાનું કહીને......
પીડિતાએ જણાવ્યું કે, તેના લગ્ન બુલંદશહરના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ તેને ખબર પડી કે પતિના પહેલાથી જ એક લગ્ન થઈ ચુક્યા છે અને તેનાથી ત્રણ બાળકો છે.
ગાઝિયાબાદઃ ગાઝિયાબાદ જિલ્લાના મસૂરી કોતવાલી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના સાવકા ભાઈ સામે દુષ્કર્મના મામલો નોંધાવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
લગ્નના થોડા દિવસ બાદ પત્નીને ખબર પડી કે.....
પીડિતાએ જણાવ્યું કે, તેના લગ્ન બુલંદશહરના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ તેને ખબર પડી કે પતિના પહેલાથી જ એક લગ્ન થઈ ચુક્યા છે અને તેનાથી ત્રણ બાળકો છે. આ વાતને લઈ ઘણો વિવાદ થયો હતો. જેના કારણે પતિ તેને લઈને અલગ લાલ ક્વાર્ટરમાં રહેવા લાગ્યો.
ચા બનાવવા રસોડામાં ગઈ ને....
જુલાઈ મહિનામાં એક દિવસ તેના પતિની પ્રથમ પત્નીનો ભાઈ કમિલ તેના રૂમમાં આવીને ઝઘડો કરવા લાગ્યો. જે બાદ તેનો પતિ તેનાથી અલગ રહેવા લાગ્યો. મજબૂરીમાં તે ડાસનામાં એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. જ્યાં કમિલ બે વખત આવ્યો અને વિવાદમાં સમજૂતી કરાવવાની વાત કહીને વિશ્વાસમાં લીધી. જે બાદ ચા બનાવવા તે રસોડામાં ગઈ ત્યારે દરવાજો બંધ કરીને દુષ્કર્મ કર્યું. આ પછી ફરી આરોપીએ તેના પતિ સાથે સમજૂતી કરાવવાનું કહીને બુલંદશહેર બોલાવી અને ત્યાં ફરીથી દુષ્કર્મ કર્યું.