શોધખોળ કરો

'ગભરાયેલી હતી, મારી પાસે ફોન માંગ્યો અને...', સરેન્ડર અગાઉ કઇ હાલતમાં હતી સોનમ રઘુવંશી

સોનમે ઉત્તર પ્રદેશના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Raja Raghuwanshi Murder Case: મેઘાલયના ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ હત્યામાં ચાર લોકો સંડોવાયેલા હતા, જેમાંથી એક તેની પત્ની સોનમ રઘુવંશી હતી. સોનમે ઉત્તર પ્રદેશના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

ગાઝીપુરના ઢાબાના માલિકે મીડિયાને જણાવ્યું હતું કે સોનમ રાત્રે લગભગ 1 વાગ્યે એકલી તેના ઢાબા પર પહોંચી હતી. તેણે ઢાબા પરથી ફોન માંગ્યો અને તેના ઘરે વાત કરી હતી.

ઢાબા માલિકના જણાવ્યા અનુસાર, "તે ગભરાઈ ગઈ હતી અને તેણે સીધો ફોન માંગ્યો હતો. તેણે કહ્યું કે તેને કોઈ મહત્વપૂર્ણ વાત કરવી છે. મેં તેને ફોન આપ્યો, તેણે વાત કરી. પછી પોલીસને જાણ કર્યા પછી પોલીસ થોડી વાર પછી આવી અને તેને પોતાની સાથે લઈ ગઈ હતી."

મેઘાલય પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી, એક ફરાર

મેઘાલય પોલીસે રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરી છે અને પત્ની સોનમ રઘુવંશી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મેઘાલયના ડીજીપી આઈ. નોંગ્રાંગે માહિતી આપી હતી કે આ હત્યા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હતી અને આ માટે હત્યારાઓને સોપારી આપવામાં આવી હતી

ડીજીપીએ આ માહિતી આપી હતી

ડીજીપીએ કહ્યું હતું કે, "એક આરોપીને ઉત્તર પ્રદેશના નંદગંજમાંથી પકડવામાં આવ્યો હતો, જ્યારે બે અન્ય આરોપીઓને એસઆઈટી દ્વારા ઇન્દોરથી અટકાયતમાં લેવામાં આવ્યા છે." તેમણે એમ પણ ખુલાસો કર્યો હતો કે, "સોનમે પોતે નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી."

પોલીસની આ કાર્યવાહીથી કેસમાં મોટો વળાંક આવ્યો છે. ડીજીપીના મતે આ સમગ્ર હત્યાનું કાવતરું આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યું હતું અને અત્યાર સુધીની તપાસમાં ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget