શોધખોળ કરો

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

NEET પેપર લીક અને દિલ્હીમાં લાઠીચાર્જ મામલે સરકાર દમન છોડી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે, અહલ્યાનગરમાં અન્ના હજારે કરશે પ્રતીકાત્મક પ્રદર્શન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NEET પેપર લીક પર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે વ્યથિત.
  • તેમણે પીએમ મોદીને પત્ર લખી દમનકારી નીતિ સામે ચિંતા વ્યક્ત કરી.
  • અન્ના હજારે આવતીકાલે અહલ્યાનગરમાં બે કલાકનો મૌન વિરોધ કરશે.
  • સરકાર સંવાદથી સમસ્યા હલ કરે, દંડો ઉગામવાને બદલે અન્નાનો મત.

Anna Hazare letter to PM Modi: NEET પેપર લીક મામલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 20 જુલાઈના રોજ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જથી વરિષ્ઠ સામાજિક કાર્યકર અન્ના હજારે ખૂબ જ દુઃખી છે. આ મામલે તેમણે સીધા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકશાહીમાં સરકારની દમનકારી નીતિ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓના સમર્થનમાં અન્ના હજારે આવતીકાલે અહલ્યાનગરમાં 2 કલાકનો મૌન વિરોધ પણ કરવા જઈ રહ્યા છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે સરકારે દંડો ઉગામવાને બદલે સંવાદથી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

આવતીકાલે અહલ્યાનગરમાં "શહેરનું જંતર મંતર" બનશે વિરોધનું કેન્દ્ર

વિદ્યાર્થીઓ અને વિપક્ષ હાલમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ પર અડગ છે. આ જ સિલસિલામાં 20 જુલાઈના રોજ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા "સંસદ ચલો" કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિપૂર્ણ કૂચ દરમિયાન પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જનો વિરોધ નોંધાવવા માટે અન્ના હજારે આવતીકાલે સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અહલ્યાનગરના વાડિયા પાર્ક ખાતે આવેલા ગાંધી સ્મારક પર મૌન ધરણા કરશે. ખાસ વાત એ છે કે, લોકોનું ધ્યાન ખેંચવા માટે અન્નાના આ વિરોધ સ્થળને પ્રતીકાત્મક રીતે "શહેરનું જંતર મંતર" એવું નામ આપવામાં આવશે.

"લોકશાહીમાં દમન નહીં, વાટાઘાટોથી આવે ઉકેલ"

સરકારના વલણ પર સવાલ ઉઠાવતા અન્ના હજારેએ સ્પષ્ટ કહ્યું છે કે, "દેશમાં પેપર લીક, વધતી બેરોજગારી અને નોકરીની ભરતી પ્રક્રિયામાં થતો વિલંબ અત્યંત ચિંતાજનક વિષય છે. સરકારે વિદ્યાર્થીઓના આ આંદોલનને માત્ર કાયદો અને વ્યવસ્થાના ચશ્માથી જોવાને બદલે તેમની લોકભાવના સમજવી જોઈએ." તેમણે ઉમેર્યું કે, લોકશાહીમાં કોઈપણ સમસ્યાનો ઉકેલ દમન કે લાઠીચાર્જથી નહીં, પણ સીધી વાતચીતથી જ આવવો જોઈએ. અન્નાએ સરકારને મહાત્મા ગાંધીના સત્યાગ્રહના માર્ગ પર ચાલીને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા અપીલ કરી છે.

PM મોદીને પત્ર લખીને કરી આ ખાસ વિનંતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં અન્નાએ દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા પર ઊંડી વ્યથા વ્યક્ત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, લોકશાહીમાં દરેક નાગરિકને પોતાની અસંમતિ કે વિરોધ દર્શાવવાનો પૂરો અધિકાર છે. આવા સંવેદનશીલ કિસ્સાઓમાં સરકારે બળપ્રયોગ કરવાને બદલે સંવેદનશીલતા દાખવીને વાટાઘાટો કરવી જોઈએ.

અંતમાં તેમણે વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેઓ સરકાર તરફથી એક સકારાત્મક સંદેશ અને પહેલ મોકલે, જેથી આંદોલનકારી યુવાનોમાં સરકાર પ્રત્યે ફરીથી વિશ્વાસ ઊભો થાય. અન્નાએ આશા વ્યક્ત કરી છે કે સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની અર્થપૂર્ણ વાતચીત જ આ મડાગાંઠનો અંત લાવી શકશે અને લોકશાહી મૂલ્યો અનુસાર શાંતિપૂર્ણ ઉકેલ નીકળશે.

Frequently Asked Questions

અન્ના હજારે શા માટે દુઃખી છે?

NEET પેપર લીક મામલે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જથી વરિષ્ઠ સામાજિક કાર્યકર અન્ના હજારે ખૂબ જ દુઃખી છે. તેમણે સરકારની દમનકારી નીતિ સામે ચિંતા વ્યક્ત કરી છે.

અન્ના હજારે આ મામલે શું પગલાં લઈ રહ્યા છે?

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકશાહીમાં દમનકારી નીતિ સામે ચિંતા વ્યક્ત કરી છે. આવતીકાલે તેઓ અહલ્યાનગરમાં 2 કલાકનો મૌન વિરોધ પણ કરવાના છે.

અન્ના હજારેનો મૌન વિરોધ ક્યાં અને ક્યારે યોજાશે?

તેમનો મૌન વિરોધ આવતીકાલે સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી અહલ્યાનગરના વાડિયા પાર્ક ખાતે આવેલા ગાંધી સ્મારક પર યોજાશે. આ સ્થળને પ્રતીકાત્મક રીતે 'શહેરનું જંતર મંતર' કહેવાશે.

અન્ના હજારેનો સરકારને શું સંદેશ છે?

તેમનું માનવું છે કે લોકશાહીમાં કોઈપણ સમસ્યાનો ઉકેલ દમનથી નહીં, પણ સીધી વાતચીતથી આવવો જોઈએ. સરકારે વિદ્યાર્થીઓની લોકભાવના સમજવી જોઈએ અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget