શોધખોળ કરો
Advertisement
'બેટી પઢાઓ, બેટી બચાઓ' હેઠળ 2100 રૂપિયાને ભરવાથી મોદી સરકાર નોકરી, લેપટોપ, પ્રિંટર, મોબાઈલ આપશે ? જાણો સરકારે શું કહ્યું ?
મહિલા અને બાળ વિકાસના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનની નકલી વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે કે 2100 રૂપિયા આપવા પર નોકરી, લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની યોજનાઓને લઈને મોટેભાગે સોશિયલ મીડિયા પર ખોટા અહેવાલ અને ફેક જાણકારીઓ ફેલાતી હોય છે. આ ખોટા અહેવાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોય છે, જેનાથી લોકો ભ્રમિત થાય છે. આ જ ક્રમમાં એક ખોટા સમાચાર મહિલા અને બાળ વિકાસના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનને લઈને ચાલી રહ્યા છે. વાયરલ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ અને બાળ વિકાસના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત 2100 રૂપિયા આપવા પર નોકરી, લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
PIB ફેક્ટ ચેકે પોતાના ટ્વીટમાં કહ્યું કે, મહિલા અને બાળ વિકાસના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનની નકલી વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે કે 2100 રૂપિયા આપવા પર નોકરી, લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અહેવાલની ખરાઈ કરતાં PIBએ કહ્યું કે, આ વેબસાઈટ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે જોડાયેલ નથી.
આ અહેવાલ ખોટા હોવાનું કહેકા પીઆઈબીએ કહ્યું કે, આ અહેવાલ ખોટા અને આધારહીન છે. આ તથ્યની તપાસ કરતાં ખોટી જાણકારીને ફગાવી દેતા કહ્યું કે, આ અહેવાલ નકલી છે, આ વેબસાઈટ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે જોડાયેલ નથી. નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.महिला एवं बाल विकास के 'बेटी बचाओ, बेटी पढ़ाओ' अभियान की #फर्जी वेबसाइट पर दावा किया जा रहा कि ₹2100 देने पर नौकरी, लैपटॉप, प्रिंटर व मोबाइल उपलब्ध कराए जाएंगे। #PIBFactCheck
यह वेबसाइट @MinistryWCD से जुड़ी हुई नहीं है। सही जानकारी के लिए यहाँ पढ़ें: https://t.co/eqBelilD7b pic.twitter.com/kw81JmQl7d— PIB Fact Check (@PIBFactCheck) February 25, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion