શોધખોળ કરો
નરેન્દ્ર મોદી અમદાવાદ, પૂણે, હૈદરાબાદની મુલાકાત પછી કોરોના વેક્સિન લોંચ કરવાની જાહેરાત કરશે ?
વિશ્વભરની સૌથી મોટા સીરમ, વેક્સિનેશન ઉત્પાદક સંસ્થા તરીકેની નામના ધરાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બની રહેલી વેક્સિનને કોવિશીલ્ડ નામ અપાયું છે.
![નરેન્દ્ર મોદી અમદાવાદ, પૂણે, હૈદરાબાદની મુલાકાત પછી કોરોના વેક્સિન લોંચ કરવાની જાહેરાત કરશે ? Will Narendra Modi announce the launch of Corona vaccine after his visit to Ahmedabad, Pune, Hyderabad? નરેન્દ્ર મોદી અમદાવાદ, પૂણે, હૈદરાબાદની મુલાકાત પછી કોરોના વેક્સિન લોંચ કરવાની જાહેરાત કરશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/27233802/PM-modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ દેશ-વિદેશમાં કોવિડ-19ની અસરકારક રસી બનાવવા માટે તીવ્ર કામગીરી-પ્રયત્નો ચાલી રહ્યા છે. ભારતમાં પણ 3 શહેરમાં કોરોનાન-રસી બનાવવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રસીના નિર્માણની પ્રક્રિયા કેટલી આગળ વધી છે એનો તાગ મેળવવા માટે આજે ત્રણ શહેરોની મુલાકાતે છે.
આ જ ક્રમમાં આજે મોદીએ અમદાવાદમાં આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી છે. એ પછી હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેવાના છે
જોકો આજની ત્રણેય કંપનીની મુલાકાતને પગલે સોશિયલ મીડિયા પર કેટલીક અફવા ઉડી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી આજે પોતાની મુલાકાત દમરિયાન કોરોના રસી લોન્ચ પણ કરશે. જોકે આ વાતમાં કોઈ સત્ય નથી. કારણ કે આ ત્રણેય હજુ ટ્રાયલ ફેઝમાં છે. આવો જાણીએ વડાપ્રધાન મોદી જે આજે રસી બનાવતી જે ત્રણ કંપનીની મુલાકાત લેવાના છે એ રસીનું ટ્રાયલ હાલમાં ક્યા તબક્કામાં છે.
પહેલું ડેસ્ટિનેશનઃ અમદાવાદ
રસીનું નામઃ ઝાયકોવ-ડી
ફોર્મ્યુલાઃ ઝાયડસ બાયોટેક, અમદાવાદ
નિર્માતાઃ ઝાયડસ બાયોટેક
નિર્માણ સ્થળઃ ચાંગોદર, અમદાવાદ (ગુજરાત)
સ્ટેટસઃ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ
વડાપ્રધાનના પ્રવાસમાં પહેલી મુલાકાત અમદાવાદ સ્થિત ઝાયડસ બાયોટેકની લીધી છે. હાલ ઝાયડસ અને ભારત બાયોટેકની વેક્સિન પરીક્ષણના અંતિમ તબક્કામાં છે છતાં અમેરિકામાં જે પ્રકારે વેક્સિનની લોંગ ટર્મ ઈમ્પેક્ટના સ્ટડી માટે રાહ જોવાને બદલે ઈમર્જન્સીનું હાયર રિસ્ક પર રહેલા દર્દીઓને રસી આપવાની માગણી થઈ રહી છે એ જોતાં ભારતમાં પણ એનું અનુકરણ થાય એવી શક્યતા નકારી શકાય નહિ.
બીજું ડેસ્ટિનેશનઃ પુણે
રસીનું નામઃ કોવિશીલ્ડ
ફોર્મ્યુલાઃ જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિ. અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા
નિર્માતાઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણે
નિર્માણ સ્થળઃ હડપસર, પુણે (મહારાષ્ટ્ર)
સ્ટેટસઃ અંતિમ મંજૂરીના તબક્કામાં
વિશ્વભરની સૌથી મોટા સીરમ, વેક્સિનેશન ઉત્પાદક સંસ્થા તરીકેની નામના ધરાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બની રહેલી વેક્સિનને કોવિશીલ્ડ નામ અપાયું છે. આ વેક્સિનની ફોર્મ્યુલા ઓક્સફર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકો અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ સાથે મળીને વિકસિત કરી છે.
ત્રીજું ડેસ્ટિનેશનઃ હૈદરાબાદ
રસીનું નામઃ કોવેક્સિન
ફોર્મ્યુલાઃ ભારત બાયોટેક અને ICMRનું સંપૂર્ણ સ્વદેશી પ્રદાન
નિર્માતાઃ ભારત બાયોટેક
નિર્માણ સ્થળઃ હૈદરાબાદ
સ્ટેટસઃ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ, માર્ચ 2021 સુધીમાં માન્યતા મેળવી શકે
હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક દ્વારા ICMRના સહયોગથી વેક્સિન પર કામ થઈ રહ્યું છે. કોવેક્સિન તરીકે ઓળખાતી આ વેક્સિનની હાલ હ્યુમન ટ્રાયલ પણ અંતિમ તબક્કામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)