શોધખોળ કરો
Advertisement
UKથી આવેલા 109 લોકોનો પત્તો નહીં હોવાથી આ મોટા શહેર પર કોરોનાના નવા વાયરસનો મોટો ખતરો, જાણો વિગત
અત્યાર સુધી, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કેસો ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં પણ મળી આવ્યા છે.
ભારતમાં આખરે કોરોના વાઈરસના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રિટનથી આવેલા 20 લોકો કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા હોવાની આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. આ તમામ લોકોને સંબંધિત રાજ્યોના હેલ્થ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રખાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
બીજી બાજુ પુણે નગર નિગમને પાછલા 15 દિવસમાં યૂકેથી પરત ફરેલ 109 લોકોનો કોઈ પતો લાગ્યો નથી. કેટલાકની સંપર્ક વિગતો છે અને કેટલાક ફોન ઉઠાવી નથી રહ્યા. ત્યાર બાદ નગર નિગમે પોલીસની મદદ માગી છે. અધિકારીઓએ કહ્યું કે, કેટલાક મુંબઈમાં લેન્ડ થયા અને બાય રોડ પુણે આવ્યા. ટીમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રેસ ન થઈ શક્યા. પુણે નગર નિગમ પ્રોટોકોલ અનુસાર પશ્ચિમી એશિયા અને યૂરોપિયન દેશોથી પરત ફરેલ તમામ લોકોએ પોતાના ખ્ચ પર સાત દિવસ સુધી નજીકની હોટલમાં ઇન્સ્ટિટ્યૂશનલ કોરેન્ટાઈનમાં રહેવું પડશે.
મહત્વનું છે કે અત્યાર સુધી, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કેસો ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં પણ મળી આવ્યા છે. કેંદ્ર સરકાર બ્રિટનથી આવતી જતી ફ્લાઈટ પર પ્રતિબંધ હજુ પણ લંબાવી શકે છે.
બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યા પછી સરકારે 23મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં 33,000થી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોર્ટ્સ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement