શોધખોળ કરો
Advertisement
બેંગલુરુ: ‘ફ્રી કાશ્મીર’નું પોસ્ટર લઈને પ્રદર્શન કરી રહેલી મહિલા વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ
પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના હાથમાં જે પોસ્ટર હતા તેમાં અંગ્રેજી અને કન્નડમાં ‘કાશ્મીર મુક્તિ’, ‘દલિત મુક્તિ’ અને ‘મુસ્લિમ મુક્તિ’ના નારા લખેલા હતા. મહિલાની અટકાયત કરવામાં આવી છે.
બેંગલુરુ: બેંગલુરુમાં શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન ‘કાશ્મીર મુક્તિ’ અને ‘દલિત મુક્તિ’ ના પોસ્ટર હાથમાં લઈને પ્રદર્શન કરી રહેલી મહિલા પર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેની અટકાયત કરવામાં આવી છે. અરુધ્રાના પિતાએ જણાવ્યું કે પોલીસે અરુધ્રા વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે કારણ કે તે ફ્રી કાશ્મીર અને મુસ્લિમોને આઝાદ કરોના નારા લગાવી રહી હતી.
શહેર પોલીસ અધિકારી ભાસ્કર રાવે કહ્યું કે મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેની અટકાયત કરવામાં આવી છે. અને તેની વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. રાવે કહ્યું કે તેણે નારેબાજી નહોતી કરી. તેના હાથમાં જે પોસ્ટર હતા. તેમાં અંગ્રેજી અને કન્નડમાં ‘કાશ્મીર મુક્તિ’, ‘દલિત મુક્તિ’ અને ‘મુસ્લિમ મુક્તિ’ના નારા લખેલા હતા.
ઉલ્લેખનીય છે કે, તેના એક દિવસ પહેલા બેંગલુરુમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન એક મહિલાએ પાકિસ્તાન જિન્દાબાદના નારા લગાવ્યા હતા, તેની વિરુદ્ધ શુક્રવારે હિંદુ જાગરણ વેદિકે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ‘કાશ્મીર મુક્તિ’, ‘દલિત મુક્તિ’ નારા લખેલા પોસ્ટર સાથે પ્રદર્શનકારીઓ વચ્ચે મહિલા નજર આવી હતી. આ પહેલા ગુરુવારે બેંગલુરુમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમાં એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીની રેલી યોજાઇ હતી. ઓવૈસી મંચ પર હાજર હતા તે દરમિયાન એક યુવતીએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા,. જોકે, ઓવૈસીએ મહિલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, અમે અહી ભારત માટે આવ્યા છીએ. નારા લગાવનારી યુવતી સાથે અમારો કોઇ સંબંધ નથી.Bengaluru Police: The name of the woman, who has been taken into custody for holding a banner reading 'Dalit Mukti, Kashmir Mukti & Muslim Mukti', is Arudra. https://t.co/3OtlCi3Rjb
— ANI (@ANI) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
Advertisement