શોધખોળ કરો
Advertisement
જગનમોહન રેડ્ડીએ લીધા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ, તેલંગાણાના સીએમ પણ રહ્યાં હાજર
શપથ ગ્રહણ સમારોહમાં તેલંગાણાના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવ અને ડીએમકે ચીફ એમ કે સ્ટાલિને હાજરી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જગનમોહન રેડ્ડીને સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
વિજયવાડાઃ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના ચીફ જગનમોહન રેડ્ડીએ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા, વિજયવાડાના ઇન્દિરા ગાંધી મ્યુનિસિપલ સ્ટેડિયમમાં જગનમોહન રેડ્ડીને પદ અને ગોપનિયતાની શપથ રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હા રાવે અપાવી હતી. આ દરમિયાન મેદાનમાં 40 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
શપથ ગ્રહણ સમારોહમાં તેલંગાણાના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવ અને ડીએમકે ચીફ એમ કે સ્ટાલિને હાજરી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જગનમોહન રેડ્ડીને સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટીડીપીને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં કરારી માત આપી હતી. વિધાનસભામાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીને રાજ્યની 175 બેઠકોમાંથી 151 બેઠકો અને ટીડીપીને માત્ર 23 બેઠકો જ મળી શકી હતી.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પણ જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યુ, પાર્ટીએ 25 બેઠકોમાંથી 22 બેઠકો પર જીત નોંધાવી, વળી સત્તાધીશ ટીડીપીને માત્ર 3 બેઠકો જ મળી શકી હતી.YS Jagan Mohan Reddy sworn-in as the Chief Minister of Andhra Pradesh, in Vijayawada. pic.twitter.com/WeUouHNT8P
— ANI (@ANI) May 30, 2019
YS Jagan Mohan Reddy takes oath as Chief Minister of Andhra Pradesh, in Vijayawada. pic.twitter.com/FuO3iIc4oU
— ANI (@ANI) May 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement