શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પીળી સાડી વાળી લેડી ઓફિસરે હવે લીલી સાડી પહેરીને મચાવી ધમાલ, સપના ચૌધરીના ગીત પર કર્યો હૉટ ડાન્સ, જુઓ વીડિયો
ચૂંટણી બાદ પણ રીના દ્વિવેદી અંગે લોકોને ક્રેઝ વધતો ગયો. લોકોએ ફેસબુક અને ટિક ટોક પર તેમને ફોલો કરવાનું શરૂ કરી દીધુ. ચૂંટણી બાદ તેમના ટિક ટોક પર અનેક વીડિયો વાઈરલ થયાં. રીના દ્વિવેદીનો આ હરિયાણવી ગીત પર ડાન્સ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી સમયે પીળી સાડી પહેરીને ઇલેક્શન ડ્યૂટી નિભાવવા વાળી રીના દ્વિવેદી, હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે. હાલમાં રીના દ્વિવેદીનો એક ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે સપનાના ગીત પર ડુમકા લગાવી રહી છે, આ વખતે તે પીળી નહીં પણ લીલી સાડીમાં દેખાઇ રહી છે.
અગાઉ પીડબલ્યુડી ઓફિસર રીના દ્વિવેદી જ્યારે પીળી સાડી પહેરીને ઈલેક્શન બૂથ પર પહોંચ્યા હતાં ત્યારે ચર્ચામાં આવી ગયા હતાં. એકવાર ફરીથી આ પીળી સાડીવાળી મહિલા અધિકારી ચર્ચામાં છે. આ વખતે તેમણે પીળી નહીં પરંતુ લીલી સાડી પહેરી છે અને હરિયાણવી ગીત પર ખુબ ઠુમકા લગાવ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
ચૂંટણી બાદ પણ રીના દ્વિવેદી અંગે લોકોને ક્રેઝ વધતો ગયો. લોકોએ ફેસબુક અને ટિક ટોક પર તેમને ફોલો કરવાનું શરૂ કરી દીધુ. ચૂંટણી બાદ તેમના ટિક ટોક પર અનેક વીડિયો વાઈરલ થયાં. રીના દ્વિવેદીનો આ હરિયાણવી ગીત પર ડાન્સ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
સપના ચૌધરીના પ્રખ્યાત ગીત તેરી આખ્યા કા કાજલ ગીત પર તેમણે ઠુમકા લગાવ્યાં છે. આ વાઈરલ વીડિયોમાં તેમણે ડાર્ક લીલા રંગની સાડી પહેરી છે. સપના ચૌધરીની જેમ જ ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યાં છે. આ વીડિયો કોઈ લગ્ન સમારોહનો હોય તેવું લાગે છે. વીડિયોને અત્યાર સુધીમાં 38 હજાર વ્યુઝ મળી ગયા છે. આ અગાઉ પણ રીનાએ યુટ્યુબ પર ડાન્સ વીડિયો અપલોડ કર્યો હતો જે ખુબ વાઈરલ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion