શોધખોળ કરો
Advertisement
રાણા કપૂરની દીકરી લંડન જઇ રહી હતી, મુંબઇ એરપોર્ટ પર રોકવામાં આવી
આ અગાઉ ઇડીએ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરના પરિવાર વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી.
મુંબઇઃ યસ બેન્ક મામલામાં રાણા કપૂરના પરિવાર વિરુદ્ધ તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. રાણા કપૂરની દીકરી રોશની કપૂરને આજે મુંબઇ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. રોશની કપૂર બ્રિટિશ એરવેઝની ફ્લાઇટથી લંડન જઇ રહી હતી. આ અગાઉ ઇડીએ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરના પરિવાર વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી હતી.
નોંધનીય છે કે યસ બેન્કે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ને 3700 કરોડ રૂપિયાની લોન આપી હતી. ત્યારબાદ DHFLએ Doit Urban India pvt ltd નામની કંપનીને 600 કરોડ રૂપિયા લોન આપી હતી. આ કંપની રાણા કપૂરની દીકરીઓ રોશની, રાધાના નામ પર છે અને તે 100 ટકા માલિક છે. રાણા કપૂરની ત્રીજી દીકરી લંડનમાં રહે છે. નોંધનીય છે કે ઇડી રાણા કપૂરના ઘર, DOIT urban ventures India pvt ltd ઓફિસ પર દરોડા પાડી ચૂકી છે.#YesBank founder Rana Kapoor's daughter Roshni Kapoor stopped from leaving the country at Mumbai Airport. She was going to London by British Airways. pic.twitter.com/kLu6DYAn2j
— ANI (@ANI) March 8, 2020
આરોપ છે કે યસ બેન્કે નિયમ વિરુદ્ધ જઇને DHFLને લોન આપી હતી અને બાદમાં તેના બદલામાં ફાયદાના રૂપમાં 600 કરોડ રૂપિયા લીધા હતા. હવે આ મામલામાં ઇડી તપાસ કરી રહી છે.Earlier, Enforcement Directorate (ED) had issued lookout notice against #YesBank founder Rana Kapoor and his family including his wife Bindu Kapoor, daughters Rakhee Kapoor Tandon, Radha Kapoor and Roshni Kapoor. https://t.co/EV84LX0mYp
— ANI (@ANI) March 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion