શોધખોળ કરો
Advertisement
Yoga Day: રાંચીમાં 35 હજાર લોકો સાથે પીએમ મોદીએ કર્યા યોગ, કહ્યું- આજે સમગ્ર દુનિયા યોગ કરે છે, ‘દેશ માટે ગર્વની વાત’
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડ્રોઈંગ રૂમથી લઈને બોર્ડ રૂમ, શહેરોના પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સુધી આજે યોગની ઉજવણી થઈ રહી છે. ગલી-ખાંચામાં આવેલા વેલનેસ સેન્ટર્સમાં પણ આજેયોગનો અનુભવ કરવામાં આવી રહ્યો છે.
રાંચી: ઝારખંડના રાંચીમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી જોડાયા હતા. 35,000 લોકો સાથે પ્રભાત તારા મેદાનમાં પીએમ મોદીએ યોગ કર્યા. વડાપ્રધાન મોદીએ કાર્યક્રમના પ્રારંભમાં ઝાંસી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઝારખંડ વન પ્રદેશ છે જે પ્રકૃતિનો ભાગ છે, જ્યારે યોગ પણ પ્રકૃતિનો ભાગ છે તેથી આ બંને સામ્યતાનો તાલમેલ સારી રીતે બેસે છે. યોગ દેશમાં ગરીબી દૂર કરી રહ્યો છે પરંતુ આધુનિક યોગ હજુ છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી. હું દેશના તમામ લોકોને અપીલ કરૂ છું કે આધુનિક યોગને ગરીબ, આદિવાસી, છેવાડાના માનવી સુધી પહોંચાડી તેમને ગરીબીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરીએ. આ વખતે યોગ દિવસની થીમ છે- યોગ ફોર હાર્ટ.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડ્રોઈંગ રૂમથી લઈને બોર્ડ રૂમ, શહેરોના પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સુધી આજે યોગની ઉજવણી થઈ રહી છે. ગલી-ખાંચામાં આવેલા વેલનેસ સેન્ટર્સમાં પણ આજેયોગનો અનુભવ કરવામાં આવી રહ્યો છે.
આજના બદલાતા સમયમાં બીમારીની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવું એટલું જ જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગ સાથે મળાવે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે જ નથી થતા જ્યારે આપણે જમીન પર કે અડધો કલાક મેટ પર હોઈએ છીએ.
હવે મારે આઘુનિક યોગની યાત્રા શહેરથી ગામડા તરફ લઈ જવી છે. ગરીબ અને આદિવાસીના ઘર સુધી લઈ જવી છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો છે. કારણ કે ગરીબોને સૌથી વધારે મુશ્કેલી જ બીમારીમાં થાય છે અને યોગ બીમારીને દૂર કરે છે.Jharkhand: Prime Minister Narendra Modi performs yoga at Prabhat Tara ground in Ranchi on #InternationalDayofYoga pic.twitter.com/gUAEYg8Gr6
— ANI (@ANI) June 21, 2019
પીએમ મોદી ઉમેર્યુ હતું કે હ્રદયનો રોગ વિશ્વ અને ભારત માટે પડકાર છે, દેશમાં આ રોગની માત્રા વધી છે, નાની ઉંમરના યુવાનોમાં પણ હ્રદયની સમસ્યા વધી છે,હાર્ટ કેર અવેરનેસ સાથે સાથે યોગને પણ પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટનો ભાગ બનાવવો આવશ્યક છે, હું સ્થાનિક યોગ સંસ્થાોને અપીલ કરૂ છું કે રોગ ભગાડવા આગળ આવે. હાર્ટ અવેરનેસ થીમ બનાવી યોગનો પ્રચાર કરવો જોઈએ. જ્યારે સ્વાસ્થ્ય સારૂ હોય તો જીવન આગળ વધે છે. થાકેલા મન અને તૂટેલા શરીરથી અરમાનો પુરા નથી થતા.Jharkhand: Prime Minister Narendra Modi at Prabhat Tara ground in Ranchi on #InternationalDayofYoga celebrations. pic.twitter.com/Rm3kMsoZRa
— ANI (@ANI) June 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement