શોધખોળ કરો

Zomato Raises Platform Fee: હવે ઝોમેટોથી જમવાનું મંગાવવું બન્યું મોંઘુ, દિવાળી અગાઉ પ્લેટફોર્મે વધારી ઓર્ડર ફી

Zomato Raises Platform Fee: Zomatoએ એક વર્ષમાં પ્લેટફોર્મ ફીમાં 400 ટકાનો વધારો કર્યો છે. અગાઉ, કંપનીએ ઓગસ્ટ 2023થી પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું

Zomato Raises Platform Fee: દેશમાં તહેવારોની સીઝન વચ્ચે ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની Zomatoએ દિવાળી પહેલા ગ્રાહકોને ચોંકાવી દીધા છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કંપનીએ પ્લેટફોર્મ ફીમાં 40 ટકાથી વધુનો વધારો કર્યો છે. કંપનીના આ નિર્ણય બાદ ઓર્ડર દીઠ પ્લેટફોર્મ ફી 7 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી દેવામાં આવી છે.

આ ફી ફૂડ ઓર્ડર કરનાર વ્યક્તિ પાસેથી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં ઝોમેટોથી ફૂડ ઓર્ડર કરનાર કોઈપણ ગ્રાહકને હવે વધુ પૈસા ચૂકવવા પડશે. આ અંગે કંપનીએ કહ્યું છે કે, 'આ ફી ઝોમેટોને ચાલુ રાખવા માટે અમારા બિલ ચૂકવવામાં મદદ કરે છે.

આ પહેલા પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે

Zomatoએ એક વર્ષમાં પ્લેટફોર્મ ફીમાં 400 ટકાનો વધારો કર્યો છે. અગાઉ, કંપનીએ ઓગસ્ટ 2023થી પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. તે સમયે કંપની બે રૂપિયા લેતી હતી. ધીમે-ધીમે કંપનીએ આ ફી વધારતી રહી. હવે કંપનીએ પ્રી ઓર્ડર ફી 7 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરી દીધી છે.

પ્લેટફોર્મ ફી શું છે

પ્લેટફોર્મ ફી દરેક ઓર્ડર પર વસૂલવામાં આવતી વધારાની ફી છે. આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ચાર્જથી અલગ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોમેટોએ પ્લેટફોર્મ ફીમાં વધારાને કારણે ગયા નાણાકીય વર્ષમાં 64.7 કરોડના ઓર્ડર વોલ્યુમના આધારે વાર્ષિક 65 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી. 22 ઓક્ટોબરના રોજ, કંપનીએ તેના Q2 માં સાધારણ નફો નોંધાવ્યો હતો. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 152 નવા બ્લિંકિટ ડાર્ક સ્ટોર્સ ઉમેર્યા તેની કુલ સંખ્યા 791 થઈ હતી. જો આપણે બીજા ક્વાર્ટર વિશે વાત કરીએ તો કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો થયો છે જે અંદાજે 4,800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.                                                                                                        

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેન્ડિંગ પર તમે એક કલાકમાં થઇ શકો છો માલામાલ, કરો આ પાંચ ટિપ્સને ફોલો

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget