શોધખોળ કરો

ભારતને વધુ એક રસીની મળી શકે છે ભેટ, એક અઠવાડિયામાં મળશે મંજૂરી

દેશમાં કોરોનાની વધુ એક રસીને મંજૂરી મળી શકે છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને આ અઠવાડિયાએ મંજૂરી મળી શકે છે, તેમ ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા સૂત્રોના હવાલાથી દાવો કરાયો છે. 

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની વધુ એક રસીને મંજૂરી મળી શકે છે.  ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને આ અઠવાડિયાએ મંજૂરી મળી શકે છે, તેમ ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા સૂત્રોના હવાલાથી દાવો કરાયો છે. જો આ મંજૂરી મળે તો દેશમાં પહેલીવાર 12 વર્ષથી ઉપરના અને 18 વર્ષથી ઓછી વયના લોકો રસી લઈ શકશે. આ રસી 12થી ઉપરના તમામ લોકોને રસી આપી શકાશે. 

કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળશે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ (Zydus Cadila) પોતાની રસી ઝાયકોવ ડી (Zycov D) માટે ડીસીજીઆઈ (DCGI) ની મંજૂરી માંગી છે. પોતાની રસી ઝાયકોવ ડીના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે માગી મંજૂરી માંગી છે. 12 વર્ષથી વધુ વયના તમામ લોકો માટે આ રસીનો ઉપયોગ થાય તેવી શક્યતા છે. આ દરમિયાન આજે કેડિલા હેલ્થકેરના MD શાર્વિલ પટેલે (Sharvil Patel, MD, Cadila Healthcare) કહ્યું, અમે ઓગસ્ટથી દર મહિને એક કરોડ ડોઝના ઉત્પાદનની આશા રાખી રહ્યા છીએ. ડિસેમ્બર સુધીમાં 5 કરોડ ડોઝના ઉત્પાદનનો લક્ષ્યાંક છે. દર વર્ષે 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનો અમારો લક્ષ્યાંક છે. કેટલા ડોઝ લગાવવામાં આવશે ઝાયડસ કેડિલાની રસીનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જો સરકાર દ્વારા આ રસીની મંજૂરી આપવામાં આવે તો, રસી જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી શકે છે. વેક્સિનના એક અથવા બે નહીં, 3 ડોઝ લગાવવામાં આવશે. ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ દરમિયાન ત્રણ ડોઝ લગાવવા પર આ વેક્સિન વધારે સમય સુધી ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખે છે. જો કે કેડિલા આના બે ડોઝનું પણ ટેસ્ટિંગ કરી રહી છે. કેટલા તાપમાને સ્ટોર કરી શકાશે રસી આ વેક્સિનને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જશે. આ વેક્સિનને ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે. ઇન્જેક્શન વગર લાગશે ZyCoV D રસી ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીનું કહેવું છે કે, આ રસીને ઇન્જેક્શન વગર જ ફાર્માજેટ ટેકનીકથી લગાવવામાં આવશે. આ ટેકનીકનો ઉપયોગથી રસી આપ્યા બાદ સાઈડ ઇફેક્ટનું જોખમ ઓછું થઈ જશે. જો તેને મંજૂરી મળે તો આ કોરોનાને રોકવા માટે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત રસી અને દેશમાં ઉપલબ્ધ પાંચમી રસી હશે. રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને તેમાં 28,000થી વધુ સ્વયંસેવકો સામેલ થયા હતા. કંપનીએ ટ્રાયલનો ડેટા ડીસીજીઆઈને આપ્યો છે. ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ જુલાઈ અંત સુધી અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી 12 થી 18 ઉંમરના બાળકોનું રસીકરણ શરૂ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Embed widget