International Yoga Day 2022: પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કહ્યું- યોગ જીવનનો આધાર બન્યો, વિશ્વના ખૂણે ખૂણે તેની ગુંજ
PM Modi On International Yoga Day: આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પીએમ મોદી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તે યોગ કરતા જોવા મળશે.
LIVE
Background
PM Modi On International Yoga Day:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસુર પેલેસ ગાર્ડન પહોંચ્યા. યોગ દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે યોગનો પડઘો વિશ્વના ખૂણે ખૂણેથી સંભળાઈ રહ્યો છે. યોગ જીવનનો આધાર બની ગયો છે. તેમણે કહ્યું કે દરેક ઘરમાં યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે યોગ જીવનનો ભાગ નથી પરંતુ હવે તે જીવનનો એક માર્ગ બની ગયો છે. તેમણે કહ્યું કે આપણે યોગ જીવવો છે અને યોગને પણ જાણવો છે
Karnataka | Prime Minister Narendra Modi arrives at Mysuru Palace Ground where he will perform Yoga, along with others, on #InternationalDayOfYoga
— ANI (@ANI) June 21, 2022
Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6
આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પીએમ મોદી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન તે યોગ કરતા જોવા મળશે.
આજે, યોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન સામૂહિક યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યોગ કાર્યક્રમ સવારે 6.30 કલાકે મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં શરૂ થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી યોગ કરતા જોવા મળશે. કોરોના વાયરસ રોગચાળાને કારણે બે વર્ષના ગાળા બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વખતે સમગ્ર વિશ્વમાં "ગાર્ડિયન રિંગ ઓફ યોગા" નો સમાન નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં સૂર્યોદય સાથે, સૂર્યની ગતિ સાથે, લોકો યોગ કરી રહ્યા છે. યોગની આ શાશ્વત યાત્રા શાશ્વત ભવિષ્યની દિશામાં આમ જ ચાલતી રહેશે. આપણે સર્વ ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે યોગ દ્વારા સ્વસ્થ અને શાંતિપૂર્ણ વિશ્વને પણ વેગ આપીશું.
કર્ણાટકના મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં લગભગ 15,000 લોકો પહોંચી ગયા છે, જે બધા એકસાથે યોગ કરશે. આ વખતે યોગની થીમ રાખવામાં આવી છે - યોગ માટે માનવતા.
'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' પર સૌને હાર્દિક શુભકામનાઓ: PM મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં આ વખતે આપણે એવા સમયે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે, અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. યોગ દિવસની આ વ્યાપકતા, આ સ્વીકૃતિ એ ભારતની એ અમૃત ભાવનાનો સ્વીકાર છે જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી.
International Yoga day:અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોગદિનની ઉજવણી
International Yoga day:અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોગદિનની ઉજવણી
આજે 6 વાગે રિવરફ્રન્ટ ખાતે યોગ દિનની ઉજવણી કરાઇ. આ અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ હાજર રહ્યાં હતા અને યોગનું મહત્વ સમજાવતા સર્વ ભવન્તુ સુખેનાના સંદેશો આપ્યો હતો. રાજ્યના 33 જિલ્લા મથકોમાં યોગના કાર્યક્રમ યોજાયો.ઉપરાંત 18 જેટલા ઐતિહાસિક સ્થળો અને 22 જેટલા પ્રવાસન સ્થળો 17 જેટલા નેચરલ પોઇન્ટ પણ યોગદિનની ઉજવણી કરાઇ ઉપરાંત રાજ્યમાં પોલીસ સ્ટેશન હેડક્વાર્ટસ અને શાળા કોલેજમાં પણ સામૂહિક યોગસાધાના કરાઇ હતી
ખોડલ ધામ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કાગવડ ખોડલધામ ખાથે મહિલાઓ દ્વારા વિવિધ યોગ કરીને યોગ દિનની ઉજવણી કરાઇ હતી.
ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ દ્વારા આ આ અવસરે સૌને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. “ખોડલધામ દર વર્ષે ચોક્કસ વિષય પર યોગ નું જ્ઞાન પ્રસ્તુત કરે છે,આ વર્ષે કરોડરજજુની તકલીફમાં યોગ કેવી રીતે કામ કરે છે તેનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે.
International Yoga day:ફિજીમાં પ્રથમ યોગ દિવસ ઉજવાયો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રથમ વખત, ફિજીમાં લોકોએ ભારતીય સમય અનુસાર સવારે 3.15 વાગ્યે યોગાસન કર્યું.આ કાર્યક્રમ ફિજીના આલ્બર્ટ પાર્કમાં યોજાયો હતો.
17,000 ફૂટની ઉંચાઈ પર યોગ
ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) હિમવીરોએ 8મીએ લદ્દાખમાં 17,000 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા #InternationalDayOfYoga
Himveers of Indo-Tibetan Border Police (ITBP) perform Yoga in Ladakh at 17,000 feet, on the 8th #InternationalDayOfYoga pic.twitter.com/SpmFre6w1J
— ANI (@ANI) June 21, 2022
આંતરરાષ્ટ્રીય યોગ દિન 2022: પતંજલિ યોગપીઠમાં યોગ કર્યા હતા
રામદેવે પતંજલિ યોગપીઠમાં યોગ કર્યા હતા
યોગ ગુરુ રામદેવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ ખાતે યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો અને અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો.
Uttarakhand | On #InternationalYogaDay, Yog Guru Ramdev performs yoga at Patanjali Yogpeeth in Haridwar. Children and many other people also attend the event. pic.twitter.com/5b4qhrmXxl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 20, 2022
ભાજપ યોગ દિવસ પર 75,000 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કર્યો
8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાજપ આજે દેશભરમાં 75,000 સ્થળોએ યોગ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાથી લઈને પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તેના તમામ પદાધિકારીઓ આ કાર્યક્રમોમાં ભાગ લીધો અને યોગાભ્યાસ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે કર્ણાટકના મૈસુરમાં હશે અને તેઓ મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં 15,000 લોકો સાથે યોગ કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા યોગ દિવસ નિમિત્તે નોઈડા સ્ટેડિયમમાં યોગ કરશે. યોગ દિવસમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ, પક્ષના તમામ સાંસદો, ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ અને તમામ પદાધિકારીઓ પણ વિવિધ સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો
ઓસ્ટ્રેલિયા અને ન્યુયોર્કમાં પણ યોગની ઉજવણી કરવામાં આવી હતી
વિશ્વ બન્યું યોગમય, ન્યુયોર્કમાં ઉત્સાહભેર યોગદિનની ઉજવણી
આખું વિશ્વ યોગના રંગમાં તરબોળ છે. આજે સવારે લગભગ 3.15 વાગ્યે ફિજીમાં સૌ પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ ન્યુઝીલેન્ડના સ્કાય ટાવર ખાતે યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ક્વીન્સલેન્ડ ક્રિકેટ ક્લબમાં પણ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટરમાં સવારે 4 વાગે લોકો યોગાસન કરે છે
આંતરાષ્ટ્રીય યોગ દિને વિશ્વ બન્યું યોગમય, અમૃતસરમાં મોટી સંખ્યામાં લોકો યોગ સાઘનામાં જોડાયા
અમૃતસરમાં લોકોએ યોગ કર્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પંજાબના અમૃતસરના દુર્ગિયાના તીરથના ગોલ બાગ મેદાનમાં લોકોએ યોગ કર્યા.