શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભાજપના ક્યા દિગ્ગજ નેતા-પૂર્વ મંત્રીના ભાઈ પર હુમલો, લોહીલુહાણ હાલતમાં ખસેડાયા હોસ્પિટલમાં, જાણો કેમ થયો હુમલો ?

પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા જાડેજા પર સોમવારે બપોરે  ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના ઝાખર અને કજૂરડા ગામ પાસે હુમલો થયો હતો.

જામનગરઃ જામનગરમાં ભાજપના ટોચના નેતાના ભાઈ પર જ હુમલો થતાં ચકચાર મચી છે. જામનગર શહેરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાના ભાઈ પર રાજભા જાડેજા પર સોમવારે બપોરે ઝાખર અને કજૂરડા ગામ પાસે કેટલાક શખ્સોએ હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. રાજભા જાડેજાને લોહીલુહાણ હાલતમાં  જામનગરના ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. તેઓનું સિટી સ્કેન કરાયા પછી માથામાં ટાંકા લેવા પડ્યા હતા. 

જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા જાડેજા પર સોમવારે બપોરે  ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના ઝાખર અને કજૂરડા ગામ પાસે હુમલો થયો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતાંમ ઉશ્કેરાયેલા સીંગચ અને ઝાખર ગામના શખ્સોએ રાજભા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજભાને  માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહીલુહાણ થઈ ગયા હતા.  રાજભાને તાત્કાલિક રીતે  સારવાર માટે જામનગર ખસેડાયા છે.

જામનગરમાં એક ખાનગી ક્લિનિકમાં લઈ જવાયેલા રાજભાને માથામાં ગંભીર ઈજા થઈ નથી તેની ખાતરી કરવા માટે  સિટી સ્કેન કરવાનો અભિપ્રાય અપાયો હતો. તેમને તાત્કાલિક અન્ય ક્લિનિકમાં સિટી સ્કેન માટે ખસેડાયા હતા પણ તેમાં ચિંતાજનક કશું લાગ્યું નહોતું. રાજભાને માથામાં થયેલી ઈજાના કારણે  ટાંકા લેવા પડયા છે.

આ બનાવની જાણ થતાં ક્લિનિક પર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ સહિતના જામનગર શહેરના ભાજપના અન્ય હોદ્દેદારો, કોર્પોરેટરો દોડી આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોદ્દેદારો વગેરે સહિતના રાજકીય આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો અને રાજભાના મિત્રો દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.

આ બનાવની ફરીયાદ નોંધવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. ખંભાળિયાની એક પોલીસ ટુકડી જામનગર પહોંચી હતી. રાજભા જાડેજા ની ફરિયાદના આધારે ઝીરો નંબરથી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી

Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

Embed widget