Jamnagar: હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક, બમ્પર ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ
ખેડૂતોને કપાસના બમ્પર ભાવ મળતા ખુશખુશાલ થયા છે. હાપા માર્કેટયાર્ડમાં કપાસ, મગફળી અને લસણ સહિતના પાકની ભરપૂર આવક થઈ હતી.
જામનગર: હાપા માર્કેટ યાર્ડમાં કપાસની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ છે. ખેડૂતોને કપાસના બમ્પર ભાવ મળતા ખુશખુશાલ થયા છે. હાપા માર્કેટયાર્ડમાં કપાસ, મગફળી અને લસણ સહિતના પાકની ભરપૂર આવક થઈ હતી. હાપા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહેતો હોવાના કારણે પાક વેચવા માટે અહીં આવે છે. જામગનર હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ છે.
હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મોટી માત્રામાં આવક થતાં જ્યાં જુઓ ત્યાં કપાસના મોટા મોટા ઢગલા જોવા મળ્યા હતા. હાપા માર્કેટ યાર્ડમાં અંદાજે હજાર ગુણી એટલે કે 12 હજાર મણ આસપાસ કપાસની આવક થઈ હતી. 200થી વધારે ખેડૂતો કપાસ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા.કપાસનો ભાવ 1,200 રૂપિયાથી લઈને 1,515 રૂપિયા ભાવ બોલાયો હતો. કપાસની ગુજરાત બહાર ખૂબ માંગ હોવાથી ગુજરાત બહારના વેપારીઓ કપાસની ખરીદી કરવા માટે હાપા માર્કેટ યાર્ડ આવે છે.
મગફળીનો ભાવ 2,325 રૂપિયા પ્રતિ મણ બોલાયો
લસણના ભાવ વધતા ખેડૂતો ખુશખુશાલ છે. સાથે જ 70 ખેડૂતો લસણ લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. લસણની આવક 6 હજાર 51 મણ આવક થઈ હતી. લસણનો ભાવ 800થી 2,250 રૂપિયા બોલાયો હતો. લસણના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યાં હોવાથી ખેડૂતો ખુશખુશાલ છે. જીરુંનો ભાવ 3500થી લઈને 8350 રૂપિયા છે. ખેડૂતોને જીરુંના ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. મગફળીનો ભાવ 2,325 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. જામનગર હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. મગફળીનો ભાવ 2,325 રૂપિયા મણનો બોલાયો હતો.
સારો ભાવ મળતા ખેડૂતો ખુશ
જામનગર હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મોટી માત્રામાં આવક થતાં યાર્ડ ઉભરાયું હતું જ્યાં જુઓ ત્યાં કપાસના મોટા મોટા ઢગલા જોવા મળ્યા હતા. કપાસના ખૂબ જ સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં જણસીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, સોયાબીન, ડુંગળી અને કપાસથી ઉભરાયું હતું. આ સાથે જ ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ છે. ખેડૂતોને કપાસનો ભાવ 1,225થી 1,550 રૂપિયા ભાવ મળ્યો હતો. કપાસની સાથે સાથે મગફળી, ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial