શોધખોળ કરો

જામનગરઃ પડાણા ગામ નજીક શ્વાન આડું ઉતરતાં કારે પલટી મારી, બે સગા ભાઈઓના મોતથી અરેરાટી

અકસ્માતમાં મૃત્યુ પામેલ રાજદીપસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો છે. બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા.

જામનગરઃ ગ્રામીણ વિસ્તારો કે ધોરીમાર્ગો પર શ્વાન કે અન્ય પશુ આડે ઉતરતા અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના બની છે. આવી ઘટનામાં ક્યારેક મોત પણ થતાં હોય છે. આવી જ એક ઘટના જામનગરના પડાણા ગામ નજીક બની હતી. જેમાં શ્વાન આડું ઉતરતાં કારે પલટી મારી હતી અને બે સગાભાઈઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા

મળતી વિગત પ્રમાણે, જામનગર-ખંભાળિયા હાઇવે પર પડાણા પાટિયા પાસે આજે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે.

કારમાં કેટલા લોકો હતા સવાર

પડાણા પાટિયા નજીક આવેલ હોટેલ આશાપુરા સામે આજે બપોરે પસાર થઈ રહેલા એક કાર આડે કૂતરું એકાએક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કાર બે ત્રણ વખત પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ પૈકી રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા નામના બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર લોકોના એકત્ર થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

એકભાઈના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો

અકસ્માતમાં મૃત્યુ પામેલ રાજદીપસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પૃથ્વીરાજસિંહ અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. પરિવારમાં રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ સહિત કુલ ત્રણ ભાઈઓ હતા. જેમાં બે ભાઈઓના આજે અકસ્માતમાં મોત નિપજતા ઝાલા પરિવારમાં આક્રંદ છવાયો હતો.

ટોપ સ્ટોરી

Jamnagar News: જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડનો પર્દાફાશ! 5 કર્મચારીઓને કરાયા બરતરફ
Jamnagar News: જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડનો પર્દાફાશ! 5 કર્મચારીઓને કરાયા બરતરફ
વનતારાએ સારવાર માટે હાથીના 18 મહિનાના બચ્ચા 'માયા'ને કેરળથી જામનગર એરલિફ્ટ કર્યું
વનતારાએ સારવાર માટે હાથીના 18 મહિનાના બચ્ચા 'માયા'ને કેરળથી જામનગર એરલિફ્ટ કર્યું
Jamnagar: જામનગરમાં દિવાળી પહેલા મનપાના દરોડા, કાશ ટ્રેડર ગોડાઉનમાંથી 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Jamnagar: જામનગરમાં દિવાળી પહેલા મનપાના દરોડા, કાશ ટ્રેડર ગોડાઉનમાંથી 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

વિડિઓઝ

Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ
Embed widget