JAMNAGAR : મનપાનું ઢોર પકડવાનું નાટક, 24 દિવસમાં માત્ર 58 પશુઓ પકડ્યાં
JAMNAGAR NEWS : જામનગર મહાનગરપાલિકા દ્વારા આ માસના 24 દિવસમાં 58 પશુઓ પકડી પાડવામાં આવ્યા હોવાની માહિતી જાહેર કરી વાહવાહી લુટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
JAMNAGAR : રાજ્યના અન્ય શહેરોની સાથે સાથે જામનગર શહેરના મુખ્યમાર્ગો પર માલિકી અને બિનમાલિકીના રસ્તે રઝળતા પશુઓનો અનહદ ત્રાસ છે, કેટલાય નાગરિકો આ પશુઓની અડફેટનો ભોગ બની રહ્યા છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ માસના 24 દિવસમાં 58 પશુઓ પકડી પાડવામાં આવ્યા હોવાની માહિતી જાહેર કરી વાહવાહી લુટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હાઈકોર્ટની ટકોર બાદ મનપા થોડી એક્શન મોડમાં આવી છે પણ તેના એક્શનથી કોઈ રીએક્શન ન હોય તેમ આજે આજે સવારથી જ મનપાની ઢોર પકડવાની કાર્યવાહી ચાલી રહી છે જેની સામે સવાલો ઉઠી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પકડાયેલ પશુને પશુમાલિકો છોડાવી લે છે અને પશુમાલિકો પશુ પકડવાની ગાડી પહચે તે પહેલા જ પોતાના પશુઓને શેરીઓમાં ધકેલી દે છે.
આજે પણ ઢોર પકડવાની કામગીરી દરમિયાન ત્રણ સ્થળોએથી પશુમાલિકો પોતાની ગાયો છોડાવીને મનપા સ્ટાફની હાજરીમાં જ લઇ ગયા છતાં પણ કોઈ કાર્યવાહી તેની સામે મનપા કરી શકી નથી.ત્યાં સુધી એક એક પશુમાલિક પકડેલ ગાયને છોડાવી જતો હોવાના દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં પણ કેદ થયા છે.
આમ કહેવાતી મનપાની કામગીરી વચ્ચે આજે પણ શહેરમાં ઠેર ઠેર ઢોરના અડીંગા જોવા મળી રહ્યા છે..અને જરૂરી કાર્યવાહી ના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
નેશનલ હાઇવેની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસના પૂર્વ નેતાનો પત્ર પાટીદાર અગ્રણી અને ખેડૂત નેતા દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં તેમને જ્યાં સુધી હાઈવેની હાલત ન સુધરે ત્યાં સુધી ટોલ ટેક્સ વસુલાત બંધ કરવા માંગ કરી છે.
તેમણે આક્ષેપ કર્યો કે રાજ્ય સરકાર દર વર્ષે સારા રસ્તાઓ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં થોડા વરસાદમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ જતી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ સાથે દિનેશ ચોવટીયાએ નેશનલ હાઇવે ઓથોરિટીને સણસણતાં સવાલો કર્યા છે. તેમણે ગોંડલના રાજવી સર ભગતસિંહજીના સમયમાં બનેલા રસ્તાને યાદ કર્યા.આજના સમયમાં અદ્યતન ટેકનોલોજી અને કુશળ ઇજનેરો હોવા છતાં હાઇવે પર ખાડા પડયા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો અને પ્રજા પર ટોલટેક્સ નો બોજો નાખો છો તો શા માટે રસ્તાઓ સારા ન બની શકે તેવો સવાલ કર્યો.
આ પણ વાંચો :
Ghulam Nabi Azad Resigns: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હાથનો સાથ છોડ્યો, આપ્યું રાજીનામું
India Playing XI: પાકિસ્તાન સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, રોહિત સાથે ઓપનિંગ કરશે આ ખેલાડી!
JioPhone Plans: 5G રેસમાં દરેકને પછાડવા માટે આવી રહ્યો છે Jioનો સ્માર્ટફોન, જુઓ કેટલી હશે કિંમત