શોધખોળ કરો

Jamnagar: આખરે રિવાબા સાથેના વિવાદ અંગે સાંસદ પૂનમ માડમે તોડ્યું મૌન, જાણો શું કર્યો ખુલાસો

જામનગર: આજે જામનગર ખાતે બીજેપીના ત્રણ મહિલાઓ વચ્ચે થયેલા બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

જામનગર: આજે જામનગર ખાતે બીજેપીના ત્રણ મહિલાઓ વચ્ચે થયેલા બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જો કે, સાંસદ પૂનમ માડમે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે મોડી સાંજે પૂનમ માડમે પોતાની વાત મીડિયા સમક્ષ રાખી છે. તેમણે કહ્યું કે, મે મોવડી મંડળની મંજૂરી બાદ હું પ્રતિક્રિયા આપી રહી છું.

જામનગરમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે વિવાદ મુદ્દે આખરે સાંસદ પૂનમ માડમે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે,પાર્ટીની અનુમતિ બાદ હું નિવેદન આપી રહી છું. મેયર મારા મોટાબેન જેવા છે જ્યારે રીવાબા નાનાબેન સમાન છે. ક્યાંય ગેરસમજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મારી ભૂમિકા ન માત્ર સાંસદ પણ પાર્ટીના કાર્યકર તરીકે હતી. ટુંકી ગેરસમજ થઈ છે જેનો વીડિયો વાઇરલ થયો છે જેનાથી વધુ કાઈ જ નથી.ભાજપ પરિવાર મજબૂત પરિવાર છે. આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, બે મહામંત્રીઓ અને મેયર પણ હાજર રહ્યા હતા. એ સ્થળ કોઈ વધુ ચર્ચા કરવાનું નહોતું માટે મે સ્થળ પર સોરી કહ્યું હતું. 

શું હતો વિવાદ?

શહીદોની શ્રદ્ધાજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલ વાદ વિવાદ હાલ ચર્ચામાં છે. જામનગરમાં શહીદોની શ્રદ્ધાજલિ અતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય રિવાબા ગુસ્સામાં લાલઘૂમ જોવા મળ્યાં. રિવાબા સાંસદ અને ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં આક્રોશમાં જોવા મળ્યાં હતા. તેમના ગુસ્સાનો આ વીડિયો વાયરલ પણ થયો છે. જો કે તેમણે આ મામલે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં સમગ્ર મુદ્દો શું હતો તે મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું હતું.

રિવાબાના ગુસ્સાનું કારણ શું હતું?

આ વાતને લઇને સાંસદ પૂનમ બહેન માડમે કોઇનું નામ લીધા વિના કહ્યું કે. કેટલાક ભાન વિનાના લોકો ઓવરસ્માર્ટ થાય છે. પીએમ કે રાષ્ટ્રપતિ પણ શહીદના સ્મારક પર ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ નથી આપતા જ્યારે અહીં બધા ચપ્પલ ઉતારીને. આ મુદ્દે રિવાબા ગુસ્સે થયા હતા અને શહીદોને સન્માનમાં ચપ્પલ ઉતારવા એ ઓવરસ્માર્ટનેસ નથી તેવો જવાબ આપ્યો હતો. બાદ  પૂનમ બહેન માડમનો પક્ષ લેતા મેયર બીના બહેન પણ રિવાબા સામે ઉદ્ધતાઇથી વાત કરીને હતી. જે સમગ્ર ઘટનાને લઇને રિવાબા રોષે ભરાયા હતા. રિવાબાએ આ સમગ્ર ઘટના વિશે સ્પષ્ટીકરણ આપતા મીડિયાકર્મીને પણ સત્ય, નિષ્પક્ષ રીતે લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી

સી.આર.પાટીલે શું કહ્યું?
ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાતા આ મુદો હાલ ચર્ચામા છે. આ ઘટનાને લઇને જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Embed widget