PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
પ્રધાનમંત્રી મોદી તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ માટે જામનગર પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પરથી તેવો સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા.

જામનગર: પ્રધાનમંત્રી મોદી તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ માટે જામનગર પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પરથી તેવો સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી મોદીને જોવા માટે જામનગરના રસ્તાઓ પર લોકો ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. પીએ મોદી કાલે સવારે વનતારાની મુલાકાત લેશે. બપોર બાદ તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે. પ્રધાનમંત્રી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રહેશે.
જામનગર એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીને આવકારવા માટે એરપોર્ટ બહાર લોકો ઉમટ્યા હતા.રસ્તાની બંને બાજુ લોકોની ભીડ એકઠી થઇ હતી. પીએમ મોદી આજે જામનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.
કાલે પીએમ વનતારાની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગર પહોંચ્યા છે. કાલે પીએમ વનતારાની મુલાકાત લેશે. 2 માર્ચના PM મોદી સાસણ ગીર આવશે. 2 માર્ચના સાસણ ગીર ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. 'વલ્ડ વાઈલ્ડલાઈફ ડે' અંતર્ગત સાસણમાં વિશેષ બેઠકમાં PM મોદી ભાગ લેશે. 3 માર્ચના સવારે સાસણમાં સિંહ દર્શન કરશે.
2 માર્ચે PM મોદી વનતારાની મુલાકાતે જશે. જ્યાં સવારે 6:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રોકાશે. ત્યારબાદ PM મોદી 1:30 વાગ્યે સીધા સોમનાથ પહોંચશે. બપોરે 2:15 વાગ્યે સોમનાથ મહાદેવ દર્શન કરશે. બપોરે 3.00 વાગ્યે સાસણગીર જવા રવાના થશે. જ્યાં બપોરે 4.00 વાગ્યે પહોંચશે. સાસણગીર ખાતે આયોજિત વન વિભાગની કોન્ફરન્સમા હાજરી આપશે.ત્યારબાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે.
સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 3 માર્ચે સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત લેશે. જ્યાં સવારે 6:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી રોકાણ કરશે. 10 વાગ્યે વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે. કોન્ફરન્સ બાદ પ્રધાનમંત્રી મોદી ગીર હેલિપેડ પહોંચશે. ગીર હેલીપેડથી સીધા રાજકોટ એરપોર્ટ પહોંચશે. રાજકોટ એરપોર્ટથી PM મોદી બે વાગ્યે દિલ્હી જવા રવાના થશે.
પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરશે
પ્રધાનમંત્રી મોદીના સોમનાથમાં આગમનને લઈ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સોમનાથ મંદિરના પંટાગણમા જીલ્લા પોલીસ તંત્રની મહત્વની મિટીંગ SP મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામા યોજાઈ હતી. આગામી 3 માર્ચના બપોરે 12 કલાક આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પધારશે. જેની સુરક્ષાને લઈ પોલીસ વિભાગને મહત્વની અને જરુરી સૂચનાઓ આપવામા આવી છે.





















