શોધખોળ કરો

Gujarat Rain રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ, દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો

Gujarat Rain Update: આજે હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તીર્થ નગરી દ્વારકામાં અચાનક જ ભારે પવન સાથે  વરસાદ શરૂ થતા સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યુ છે.

Gujarat Rain Update: આજે હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તીર્થ નગરી દ્વારકામાં અચાનક જ ભારે પવન સાથે  વરસાદ શરૂ થતા સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યુ છે. આજે સમગ્ર દ્વારકા જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. બપોરે અચાનક જ યાત્રાધામ દ્વારકાનાં વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો. માત્ર 10થી 15 મિનિટનાં વરસાદમાં શહેરનાં તમામ રોડ રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. ત્યારે પવિત્ર ગોમતી ઘાટ પર સહેલાણીઓ ઉમટ્યા હતા અને દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો. વરસાદ પડતાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો. 

કચ્છમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન

કચ્છમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. પશ્ચિમ કચ્છ અબડાસા,લખપત, તેરા, રાતાતરાવ,વિભાપર, બા લાચોર, માતાના મઢ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સરહદી વિસ્તારમાં વરસાદ વરસતા માલધારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસતારોમાં વરસાદ

રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસતારોમાં વરસાદ નોંધાયો છે. મેટોડા જીઆઈડીસી, વાજડી વડ, વાગુદડ, મેટોડા, બાલસર, રાતૈયા,ખીરસરા, દેવગામ, છાપરામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

પોરબંદર વિસ્તારમાં વરસાદી માહોલ

પોરબંદર નજીકના વનાણા અને પીપળીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પોરબદર-કુતિયાણા નેશનલ હાઇવે પર વાહનો થભી ગયા હતા. માર્ગો ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં મેઘ મહેર

અમરેલી જિલ્લામાં આજે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. જેમાં લાઠી અને બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. બાબરાના નાની કુંડળ, મોટી કુડળ, જામ બરવાળા અને લીંબડીયામાં સારો વરસાદ પડ્યો છે. લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘીમી ઘારે વરસાદ શરૂ થયો છે. વાવણી બાદના વરસાદથી ઘરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગર શહેરમાં શરૂ

જામનગર શહેરમાં વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પટેલ કોલોની, સાત રસ્તા, ખંભાળિયા ગેટ, શરૂ સેક્શન સહતીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી
ભરાયું છે. 

ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે સતત ચોથા દિવસે વરસાદ પડી રહ્યો છે. જેસર તાલુકાના આસપાસ ગામડાઓમાં પવન સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બિલા, સરેરા, ઉગલવાણ અને શાંતિનગર સહિત વહેલી સવારથી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે માલણ ડેમમાં નવા નીરની આવક ચાલુ થઈ  છે. સાથે જ નદી નાળા પણ છલકાયા છે. વાવણીની સાથે સમયસર વરસાદ થતાં ખેડૂતોમા ખુશીની લહેર છવાઈ છે.

ગઢડા શહેર સહિત પંથકમાં મેઘો મુશળધાર

બોટાદના ગઢડા શહેર સહિત પંથકમાં મેઘો મુશળધાર જોવા મળી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ ગઢડા તાલુકામાં ફરી વરસાદ શરૂ થયો છે. ગઢડા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં  વરસાદ વરસી રહ્યો છે. ગઢડા,ગુંદાળા,રાણીયાલા, ઢસા,પાટણા પીપરડી સહિત ગામડાઓમાં સારો વરસાદ પડ્યો છે.

રાજકોટ: ગોંડલમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

રાજકોટ જિલ્લાના ગોંડલમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ટૂંકા વિરામ બાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે. શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, માંડવી ચોક, કોલેજ ચોક, કપુરીયા ચોક, ભવનાથ, કૈલાસ બાગ, મહાદેવ વાળી તેમજ જેતપુર રોડ પર વરસાદ વરસી રહ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget