Monkeypox: મન્કીપોકસ મામલે જામનગરમાં શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ થયો જાહેર, જાણો આવ્યું પરિણામ
Gandhinagar: ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મન્કીપોકસ મામલે જામનગરમાં જે શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે જ સેંપલ ટેસ્ટિંગ માટે મોકલયુ હતું.
Gandhinagar: ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મન્કીપોકસ મામલે જામનગરમાં જે શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે જ શંકાસ્પદ લક્ષણો બાદ સેંપલ ટેસ્ટિંગ માટે મોકલયુ હતું. દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનિય છે કે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મન્કીપોકસ વાયરસે કહેર વર્તાવો છે. અમેરિકામાં મન્કીપોકસને લઈને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ગઈ કાલે નોંધવામાં આવ્યો હતો કેસ
ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે અને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગરન જીકના નવા નાગના ગામના 29 વર્ષીય યુવકમાં મંકિપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા. હાલ આ યુવકને જામનગરની જી.જી. સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, તેમજ આ યુવકના સેમ્પલ લઇ અમદાવાદ મોકલવામાં આવ્યાં છે. સેમ્પલના પરિક્ષણ બાદ રિપોર્ટ આવ્યા બાદ આ યુવક મંકિપોક્સથી સંક્રમિત થયો છે કે નહીં તેની જાણ થશે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે 29 વર્ષીય આ યુવકના બ્લડ સેમ્પલ અમદવાદની બી.જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
દિલ્હીમાં 31 વર્ષની મહિલા થઈ સંક્રમિત
દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત મળી આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, 31 વર્ષીય નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે તે દેશની પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે, મહિલાને તાવ અને હાથ પર ઘા છે અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ મહિલાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે મહિલામાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ હતી. આ મહિલાએ તાજેતરમાં કોઈ વિદેશ યાત્રા કરી હોવાની કોઈ માહિતી મળી નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 4 લોકોમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરળ રાજ્યમાં પણ અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 9 લોકોને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હી અને કેરળની હોસ્પિટલમાંથી એક-એક દર્દીને રજા આપવામાં આવી છે. તો કેરળમાં મંકીપોક્સના કારણે એક દર્દીનું મોત પણ થયું છે.
આરોગ્ય મંત્રાલયની સલાહ
મંકીપોક્સના વધતા જતા કેસો વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ વાયરસને ફેલાતો અટકાવા માટે 'શું કરવું' અને 'શું ના કરવું' તેની યાદી બહાર પાડી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અથવા વારંવાર ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો તેને પણ ચેપ લાગી શકે છે. મંત્રાલયે કહ્યું કે, સંક્રમિત થવાથી બચવા માટે સંક્રમિત વ્યક્તિને અન્ય વ્યક્તિઓથી દૂર રાખવો જોઈએ. આ ઉપરાંત, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક અને મોજા પહેરવા એ કેટલાક પગલાં છે જે રોગને રોકવા માટે લેવા જોઈએે.