(Source: ECI/ABP News/ABP Majha)
જામનગરમાં WHOના ચીફ ડૉ. ટેડ્રોસ અધનોમએ ગુજરાતીમાં સંબોધન કરતા શું કહ્યું કે PM મોદી હસી પડ્યા, જુઓ વીડિયો
જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.
જામનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં બનાસ ડેરીમાં વિવિધ લોકાર્પણ કરી જામનગર પહોંચ્યા હતા. અહીં જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદી(PMModi) દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં WHOના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ(WHO Director-General Dr Tedros Adhanom) ખાસ હાજર રહ્યા હતા. WHO ના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ જ્યારે આ કાર્યક્રમમાં બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે ગુજરાતીમાં સંબોધન કર્યું હતું.
WHO ના વડા ડૉ. ટેડ્રોસ અધનોમે કહ્યું, 'કેમ છો........... બધા, મજામાં' બોલતા ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પણ હસતા જોવા મળ્યા હતા.
#WATCH | WHO Director-General Dr Tedros Adhanom Ghebreyesus greets the public in Gujarati during the inaugural ceremony of the WHO-Global Centre for Traditional Medicine in Jamnagar. pic.twitter.com/Mexd6RUXLw
— ANI (@ANI) April 19, 2022
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ WHO ના વડા ડૉ. ટેડ્રોસને એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એરપોર્ટથી બહાર નીકળતા તેમના અભિવાદન માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાતીગળ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી આપણી સંસ્કૃતિના દર્શન તેમને કરાવ્યા હતા.
ગ્લોબલ સેન્ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે, પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે.