J&K:માછિલ સેક્ટરમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનના કારણે 3 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં એક મોટો અકસ્માત થયો છે. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન, 1 JCO સહિત 3 જવાન ઊંડી ખીણમાં લપસી ગયા , આ રસ્તા પર બરફ પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 3 જવાન શહીદ થયા છે.
J&K:જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં એક મોટો અકસ્માત થયો છે. નિયમિત પેટ્રોલિંગ દરમિયાન, 1 JCO સહિત 3 જવાન ઊંડી ખીણમાં લપસી ગયા , આ રસ્તા પર બરફ પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 3 જવાન શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ઊંડી ખીણમાં પડી જવાથી જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત ત્રણ સૈનિકોના મોત થયા હતા. ભારતીય સેનાએ આ દુર્ઘટના વિશે જણાવ્યું કે આ લોકો નિયમિત પેટ્રોલિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યા હતા.
દુર્ઘટના વિશે ભારતીય સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક માછિલ સેક્ટરમાં એક ઊંડી ખીણમાં લપસી જવાથી એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) અને બે સૈનિકોના મોત થયા હતા. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, જેસીઓ અને અન્ય બે જવાન માછિલ સેક્ટરમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા ત્યારે ત્રણેય લપસીને ખાડામાં પડી ગયા હતા આ દરમિયાન ત્રણેય જવાનો વીર ગતિને પામ્યા હતા.
ત્રણેયના મૃતદેહ મળી આવ્યા
શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે ટ્વીટ કર્યું, "આગળના વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ ઓપરેશન દરમિયાન, એક JCO અને અન્ય બે જવાન બરફમાં લપસીને ઊંડી ખાડીમાં પડ્યા અને આખરે રેસ્ક્યુ બાદ ત્રણેય જવાનના મૃતદેહ મળી આવ્યા છે.
અગાઉ ગત વર્ષે 18 નવેમ્બરે માછિલ સેક્ટરમાં આવી જ ઘટના બની હતી. સેનાના ત્રણ જવાનો હિમસ્ખલનની ઝપેટમાં આવી જતાં મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટના વિશે અધિકારીઓનું કહેવું હતું કે સેનાની 56 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના ત્રણ જવાનો અંકુશ રેખા (LoC) નજીક કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં હિમપ્રપાતનો ભોગ બન્યા હતા.
Golden Globe Awards માં ભારત ચમક્યું: રાજામૌલીની 'RRR' ના 'નાટુ નાટુ' એ બેસ્ટ ઓરિજનલ સોંગનો એવોર્ડ જીત્યો
જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ માટે આ ખૂબ જ આનંદની વાત છે. વળી, ભારતીય સિનેમા માટે આ ગર્વની વાત છે.
Golden Globe Awards 2023 Live Updates: ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી આવૃત્તિ અમેરિકામાં થઈ રહી છે. કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં બેવર્લી હિલ્ટનમાં આ થઈ રહ્યું છે. આ વખતે રેડ કાર્પેટ પર ભારતના લોકોએ પણ ભાગ લીધો છે. વિશ્વભરની ફિલ્મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવાની રેસમાં ભાગ લઈ રહી છે.
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ના ગીત 'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ માટે આ ખૂબ જ આનંદની વાત છે. વળી, ભારતીય સિનેમા માટે આ ગર્વની વાત છે. એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ને વાસ્તવમાં બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. તેને બિન અંગ્રેજી ભાષા અને શ્રેષ્ઠ મૂળ ગીત મોશન પિક્ચર માટે નામાંકિત કરવામાં આવ્યું છે
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.