શોધખોળ કરો

Joshimath Sinking: જોશીમઠ વિશે ચોંકાવનારો અહેવાલ, 247 કિમી સુધી દર એક કિમી પર ભૂસ્ખલન

Joshimath-Rishikesh Road: જોશીમઠથી ઋષિકેશ સુધીનો માર્ગ ભૂસ્ખલનથી ખૂબ પ્રભાવિત છે. અભ્યાસ મુજબ ભૂસ્ખલનનું કારણ રોડનું નિર્માણ અને તેને  પહોળું કરવાનું પણ હોઈ શકે છે.

Joshimath-Rishikesh Road: જોશીમઠથી ઋષિકેશ સુધીનો માર્ગ ભૂસ્ખલનથી ખૂબ પ્રભાવિત છે. અભ્યાસ મુજબ ભૂસ્ખલનનું કારણ રોડનું નિર્માણ અને તેને પહોળું કરવાનું પણ હોઈ શકે છે.

Joshimath Rishikesh Road Landslide:

જોશીમઠમાં જમીન ધસી પડવા અને ધરાશાયી થવાના અહેવાલો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઋષિકેશથી જોશીમઠ વચ્ચે 309 સ્થળોએ ભૂસ્ખલન થયું છે. એટલે કે દર એક કિલોમીટરે 1થી વધુ ભૂસ્ખલન થયું છે. અભ્યાસ દર્શાવે છે કે જોશીમઠની આસપાસના પર્વતો કેવી રીતે અસ્થિર છે.

10 જાન્યુઆરીના રોજ યુરોપિયન જીઓસાયન્સ યુનિયનમાં ચર્ચા દરમિયાન અને ભારતીય-વિદેશી વૈજ્ઞાનિકોની ટીમે અભ્યાસની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વરસાદ જેવા કુદરતી કારણો સિવાય રસ્તાનું નિર્માણ અને પહોળું થવું પણ આ ભૂસ્ખલન પાછળનું કારણ હોઈ શકે છે. આ ભૂસ્ખલન મોટાભાગે નાના હોય છે પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિકને ભારે નુકસાન પહોંચાડે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ભૂસ્ખલનની માપણી કરવામાં આવી હતી.

મોટાભાગના ભૂસ્ખલન તાજા :

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ રોડ ભૂસ્ખલનથી ખૂબ પ્રભાવિત છે. આ ભૂપ્રદેશના ઢાળ અને નબળા ઢોળાવ, કેન્દ્રિત વરસાદ અને વારંવાર ધરતીકંપના આંચકાઓને આભારી છે. એવું કહેવાય છે કે મોટાભાગના ભૂસ્ખલન તાજા જણાતા હતા.

'નેચરલ હેઝાર્ડ્સ એન્ડ અર્થ સિસ્ટમ સાયન્સ' જર્નલમાં પ્રકાશિત થયેલો આ અભ્યાસ જુર્ગેન મે, રવિ કુમાર ગુન્ટુ, એલેક્ઝાન્ડર પ્લાકિયાસ, ઇગો સિલ્વા ડી અલ્મેડા અને વોલ્ફગેંગ શોંગહોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

ગૂગલ અર્થ પરથી મેળવ્યું ચિત્ર :

અધ્યયનમાં, ગૂગલ અર્થમાંથી મેળવેલી છબીઓ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું કે રસ્તામાં અવરોધ ઉભો કરનાર 21% ભૂસ્ખલન પહેલાથી હતા. તે જ સમયે, વરસાદને કારણે 17.8% ભૂસ્ખલન ફરીથી સક્રિય થયા, જ્યારે 60.8% ભૂસ્ખલનની ઈમેજ  Google અર્થમાંથી શોધી શક્યા નથી.

અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે હિમાલયના ક્ષેત્રમાં રોડ નિર્માણમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં હિમાલયના રાજ્યોમાં 11,000 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. અભ્યાસ મુજબ, "પ્રદેશની જમીનની નબળી સ્થિતિ તેમજ ઢોળાવ કાપવાની નબળી પદ્ધતિઓએ આ રસ્તાઓની જાળવણીને પડકારજનક બનાવી છે.

અભ્યાસમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા મુજબ ઉત્તરાખંડમાં છેલ્લા ચાર વર્ષમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં લગભગ 160 લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget