Gujarat Election Result: વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી, 11 બેઠક બિનહરીફ બાદ વાંકાનેરમાં મેળવી વધુ ચાર બેઠક
તે સિવાય ચાણસ્મા વોર્ડ નંબર-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. હળવદના વોર્ડ નંબર-1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો હતો

Gujarat Election Result: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તેવી વધુ શક્યતા જણાઇ રહી છે. વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી થઇ ગઇ છે. 11 બેઠક બિનહરીફ બાદ ભાજપે વાંકાનેરમાં વધુ ચાર બેઠકો મેળવી હતી. 28 બેઠકવાળી વાંકાનેર નપામાં ભાજપને 15 બેઠક મળી હતી. રાપર નપાના વોર્ડ નંબર-1માં, હારીજ નગરપાલિકામાં વોર્ડ નંબર-1, રાજુલા નગરપાલિકામાં વોર્ડ નંબર-1, વંથલી નગરપાલિકામાં વોર્ડ નંબર-4, ગઢડા નગરપાલિકામાં વોર્ડ નંબર-2, પ્રાંતિજ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.
ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ બેઠક પર ભાજપની જીત થઇ હતી. જસદણ વોર્ડ નંબર-1માં કોંગ્રેસનું ખાતુ ખુલ્યું હતું. જસદણ વોર્ડ નંબર-1માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવાર જીત્યા હતા. સુરત વોર્ડ નંબર 18ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. બિલીમોરા નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. કરજણ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.
તે સિવાય ચાણસ્મા વોર્ડ નંબર-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. હળવદના વોર્ડ નંબર-1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો હતો. કોડીનાર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. કોડીનારમાં 28 બેઠક પૈકી અત્યાર સુધીમાં ભાજપના ફાળે 4 બેઠક આવી છે.
કુતિયાણા નપામાં વોર્ડ-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. વલસાડ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવારોએ જીત મેળવી હતી. જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો હતો.
ખેડબ્રહ્માં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો છે. હાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંયાયતની રાયપુર બેઠક પર ભાજપનો વિજય થયો હતો. તાપીના સોનગઢ વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સોનગઢ વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. ચોરવાડ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ જીતી હતી.
ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઇ છે. 24 બેઠકની ચલાલા નપામાં 4 બેઠક પર જીત સાથે ભાજપે ખાતુ ખોલ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. લુણાવાડામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા.ધ્રોલ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સાણંદ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત થઇ હતી.
Gujarat Local Polls 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય




















