(Source: ECI/ABP News/ABP Majha)
Bird flue: ઓમિક્રોનના ખતરા વચ્ચે આ વિસ્તારમાં બર્ડ ફ્લૂએ દસ્તક દેતાં લોકોમાં ફફડાટ
દેશમાં કોરોના રોગચાળો હજુ પુરો થયો નથી ત્યાં બર્ડ ફ્લૂએ ફરી એકવાર દસ્તક આપી છે.કેરળના અલપ્પુઝા જિલ્લાના પુરક્કડથી મોકલવામાં આવેલા બતકના સેમ્પલમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.
કેરળ:દેશમાં કોરોના રોગચાળો હજુ પુરો થયો નથી ત્યાં બર્ડ ફ્લૂએ ફરી એકવાર દસ્તક આપી છે. ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ અનુસાર કેરળના અલપ્પુઝા જિલ્લાના પુરક્કડથી મોકલવામાં આવેલા બતકના સેમ્પલમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.
આ નમૂનાઓને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝની ભોપાલ સ્થિત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ H-5N-1 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથીસંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.વાયરસને કાબૂમાં રાખવા માટે, કેરળના પશુ ચિકિત્સા અધિકારીઓએ થાકાઝી ગ્રામ પરિષદમાં પક્ષીઓને મારવા માટે સૂચનાઓ જઆપવામાં આવી છે. આ માટે 10 ટીમો બનાવવામાં આવી છે. નિષ્ણાતોના મતે, આ વાયરસ હવા દ્વારા ઝડપથી ફેલાઈ શકે છે. જો કે તેની અસર મનુષ્યો પર ર ભાગ્યે જોવા મળી છે.
તાજેતરમાં, રાજસ્થાનના નાગૌર જિલ્લાના સાંભર તળાવ વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસની પુષ્ટિ થઈ હતી. બર્ડ ફ્લૂના કારણે પાંચ દિવસમાં 60થી કાંગડા અને કેટલાક અન્ય પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. આટલું જ નહીં રાજસ્થાનના જોધપુર જિલ્લાના કપરાડા ગામના તળાવમાં 189 પ્રવાસી પક્ષી મૃત્યુ પામ્યા હતા.
પોલ્ટ્રી ફાર્મમાં આ H-5N-1 બર્ડ ફ્લૂના અનેક પ્રકોપની જાણ કરી છે. બેલ્જિયમ અને લક્ઝમબર્ગમાં પણ બર્ડ ફ્લૂના કેસ જોવા મળ્યા હતા, ત્યારબાદ ફ્રાન્સે તેનું એલર્ટ લેવલ વધાર્યું હતું. ગયા શિયાળામાં દેશના દક્ષિણ-પશ્ચિમ પ્રદેશમાં બર્ડ ફ્લૂએ લગભગ 30 લાખ પક્ષીઓ માર્યા ગયા હતા.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
શમાં જીવલેણ કોરોનાવાયરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 8 હજાર 503 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 624 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 23 કેસ નોંધાયા છે. જાણો આજે દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
અત્યાર સુધીમાં 4 લાખ 74 હજાર 735 લોકોના મોત થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 94 હજાર 943 છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 74 હજાર 735 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 7678 રિકવરી થઈ હતી, જે બાદ અત્યાર સુધીમાં 3 કરોડ 41 લાખ 5 હજાર 66 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.